TATA Tiago CNG કારનું શરુ થયું બુકિંગ, જાણો શું છે આ કારની ખાસિયત?

હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનાથી લોકો હેરાન છે જેના કારણે હવે લોકો સીએનજી તરફ વળી રહ્યા છે. જયારે તાજેતરમાં સમાચાર તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છે. ટાટા મોટર્સ પોતાની પ્રખ્યાત હેચબેક કાર ટિઆગોનું સીએનજી વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ કારનું ડીલરશીપ લેવલ પર બુકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. ટાટા ટિઆગો અને ટિગોરનું સીએનજી વર્ઝન થોડા દિવસોમાં લોન્ચ કરી દે તેવી શક્યતા રહેલી છે. અત્યારના સમયે તેનું પ્રિ-બુકિંગ 11,000 રુપિયા ચૂકવીને કરી શકાય છે. જ્યારે, ટોકન એમાઉન્ટ ફુલી રિફન્ડેબલ પણ રહેલ છે.

જ્યારે ટિઆગોની વાત કરવામાં આવે તો તેમાં સીએનજી 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે, જે 86 PS અને 113 Nm ટોર્ક જનરેટ કરશે. સીએનજી કિટ સાથે તેના એન્જિનના પાવરમાં 15-20 ટકાનો ઘટાડો કરવામાં આવી શકે છે. હાલમાં આ કારના પેટ્રોલ મેન્યુઅલ વર્ઝનનો ભાવ 5.7 લાખથી 6.1 લાખ જેટલો રાખવામાં આવેલ છે. તેમ છતાં સીએનજી કારની કિંમત 50-60 હજાર વધુ હોઈ શકે છે. તાજેતરમાં જ ટિઆગો સીએનજી રસ્તા પર ફરતી દેખાઈ હતી.

તેની સાથે કંપની ફિટેડ સીએનજીને ગ્રાહકો વધુ વિશ્વાસપાત્ર માનતા હોય છે. તેવામાં ટિગોર સીએનજીના ફીચર્સની વાત કરવામાં આવે તો, આ કાર સ્ટાન્ડર્ડ XZ વેરિયંટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. જેમાં 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવટી, વોઈસ કમાન્ડ્સ, સ્ટિયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કન્ટ્રોલ્સ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, વન ટચ ડ્રોન ડ્રાઈવર વિન્ડો, કુલ્ડ ગ્લોવ બોક્સ જેવા ફિચર્સને સામેલ કરવામાં આવ્યા છે. જે XT trim ફ્રંટ અને રિઅર પાવર વિન્ડો સાથે આવે છે. તેમાં પિઆનો બ્લેક ઈન્ટિરિયર અને સ્ટિયરિંગ વ્હીલ, ટાટા કનેક્ટનેક્સ્ટ એપ્લિકેશન અને ઈલેક્ટ્રીકલી એડજસ્ટેબલ ORVM નો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

હાલના સમયગાળાની વાત કરવામાં આવે તો અત્યારે માર્કેટમાં માત્ર મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જ કંપની ફિટેડ સીએનજી કાર્સ ઓફર કરી રહી છે. તેમ છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૯૦ રૂપિયાને પાર થઈ ગયા છે ત્યારે સીએનજી કારની ડિમાન્ડમાં વધારો થયો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ટાટા શરુઆતમાં પોતાની એન્ટ્રી લેવલ કારનું સીએનજી વર્ઝન લોન્ચ કરી તેને કેવો રિસ્પોન્સ મળે છે તે ચકાસવા ઈચ્છી રહી છે. ત્યારબાદ કંપની અન્ય કાર્સના સીએનજી વર્ઝન પણ લોન્ચ કરશે. અત્યારે મારુતિ સુઝુકીની વેગનઆર, હ્યુન્ડાઈની ગ્રાન્ડ i10 નિઓસ સીએનજીમાં ઉપલબ્ધ રહેલ છે. તેની સાથે મારુતિ સુઝુકી સ્વિફ્ટનું પણ સીએનજી વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં લાગેલું છે.

Scroll to Top