લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા કે બોટાદમાં કારને અકસ્માત નડ્યો અને લોકોનો ભોગ લેવાઈ ગયો. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અકસ્માત બાદ ફંગોળાઈ અને તેમાં સવાર લોકોમાંથી ચારના મોત થઈ ગયા અને ત્રણ લોકો ઘાયલ થઈ ગયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર છે કે મૃતકોની સંખ્યા વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક વિગતો મુજબ અર્ટીગા કારને બોટાદના સાળંગપુરમાં આ અકસ્માત નડ્યો અને કાર રોડની સાઈડમાં આવેલી સામાન્ય ઊંડી જગ્યાએ જઈને પડી. કારની હાલ જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે અકસ્માત કેટલો ગંભીર હશે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ લોકોને બાવળાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં વિપુલ ધિરુભાઈ મકવાણા, મયુર અશોક સોલંકી અને ઘનશ્યામ નાનજીભાઈનો સમાવેશ થાય છે.