બોટાદમાં હેવાનિયતની હદ વટાવાઈ: પતિએ પત્ની અને ભાભીની છરીના ઘા મારી કરી દર્દનાક હત્યા

રાણપુર તાલુકાના ગુંદા ગામે મંગળવારના રોજ સવારનાં સમયે પતિ દ્વારા પત્ની અને તેમના ભાભીની છરીનાં ઘા મારી ભયાનક રીતે હત્યા કરવાની ઘટના સામે આવી છે. ત્યાર બાદ પતિ નાસી છુટ્યો હતો. આ ઘટના બાદ આખા પંથકમાં હાહાકાર મચી પણ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ બોટાદ જિલ્લાના એસ પી સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતો. તેની સાથે આ બે હત્યા અંગેની વધુ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદનાં રાણપુર તાલુકાના ગુંદા ગામમાં મંગળવારના રોજ સવારના 11 કલાકની આજુબાજુ ખુની ખેલ ખેલાઈ ગયો હતો. આ બાબતમાં જાણવા મળ્યું છે કે, ભીખુભાઈ સુરસંગભાઈ ડોડીયા અને તેમના પત્ની હર્ષાબેન ભીખુભાઈ ડોડીયા ઘરે જોવા મળ્યા હતા. તેની સાથે ભીખુભાઈનાં ભાભી ધીરજબેન કપડા ધોવા માટે તેમના ઘેર પહોંચ્યા હતા.

જ્યારે પરિવારનાં બીજા સભ્યો ઘરમાં હાજર નહોતા. આ સમયગાળામાં ભીખુભાઈ અને તેમના પત્ની હર્ષાબેન વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. આ બાબાતમાં ભાભી ધીરજબેન વચ્ચે પડતા ભીખુભાઈએ છરી વડે હુમલો કરી દીધો હતો. પતિ ભીખુભાઇએ પત્ની હર્ષાબેન ડોડીયા અને ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડીયાને છરીના ઘા મારી બન્નેની હત્યા કરી નાખી અને ભીખુભાઈ ડોડીયા ઘરમાંથી નાસી છુટ્યા હતા.

આ ઘટનાની જાણ થયા બાદ બોટાદ જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે આવીને બન્નેનાં મૃતદેહને પી.એમ. માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેની સાથે ફરાર આરોપીને શોધી પાડવા પોલીસ દ્વારા નાકાબંધી કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ હત્યા સમયે ઘરે માત્ર ત્રણ જ સભ્યો હાજર રહેલા હતા માટે આ હત્યાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. તેમ છતાં આ ઘટના બાદ આખા ગામમાં શોકનો માહોલ થઈ ગયો છે.

પરિવાર પાસેથી મળી રહેલી માહિતી મુજબ, મૃતક હર્ષાબેન અને ભીખુભાઈને ૩ સંતાનો છે જેમાં 2 દીકરા અને 1 દીકરી પણ છે. જ્યારે તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડીયા નિશાંતાન રહેલા છે. હાલ આ પરિવારનાં બાળકો નિરાધાર બન્યા છે. આ ઘાતકી ઘટના બાદ આખા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Scroll to Top