અમેરિકાના મેરીલેન્ડમાં એક કપલે 3 કરોડ રૂપિયાનું આલીશાન ઘર ખરીદ્યું હતું. જે બાદ કેટલાક અસામાજીક તત્વો તેના ઘરમાં રહેવા આવ્યા અને ઘર ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ લોકોએ દાવો કર્યો હતો કે તેમની પાસે મકાનમાં રહેઠાણ સંબંધિત લીઝ પેપર છે. હવે કપલને લાગ્યું કે છેતરપિંડી કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર, મેરીલેન્ડમાં રહેતા કપલે તાજેતરમાં ક્લિન્ટનમાં 3 કરોડ રૂપિયાનું 5 બેડરૂમનું ઘર ખરીદ્યું.
આ કપલ જલ્દીથી આ ઘરમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યું હતું. કપલે ઘર ખરીદતા પહેલા તમામ કાયદાકીય પ્રક્રિયા પણ પૂરી કરી હતી તેમજ બેંક સાથે કરાર પણ કર્યો હતો. પરંતુ, જ્યારે કપલ તાજેતરમાં તેમની મિલકતમાં રહેતા જોયા ત્યારપછી તેમણે આ અંગે રિયલ એસ્ટેટ એજન્ટ મેલિયા કિંગને ફોન કરીને મામલાની જાણકારી આપી હતી. દંપતીએ મેલિયાને પૂછ્યું, અહીં શું થઈ રહ્યું છે?
આ પછી દંપતીએ મેલિયાને તેમના ઘરમાં ઘૂસેલા લોકો સાથે વાત કરવાનું કહ્યું. કિંગે કહ્યું કે એવું લાગે છે કે કોઈ મિલકતનો સંપૂર્ણ કબજો લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. રિયલ એસ્ટેટ એજન્ટ મેલિયા કિંગે જણાવ્યું કે ઘરમાં હાજર લોકોએ કપલ સાથે દલીલ કરી હતી. નવા ભાડૂતોએ મકાન છોડવાનો ઇનકાર કર્યો હતો કે તેમની પાસે મકાનમાં રહેવા માટે લીઝના કાગળો છે.
આ પછી મામલો પોલીસને આપવામાં આવ્યો હતો. કિંગે કહ્યું કે જ્યારે પોલીસે કથિત નવા ભાડૂતોના કાગળો તપાસ્યા તો જાણવા મળ્યું કે તે ડોક્યુમેન્ટ બરાબર હતા નહીં. જો કે પોલીસે આ મામલાને સિવિલ મેટર ગણાવી હતી. તો આ મકાનમાં રહેતા કથિત ભાડૂતો હજુ પણ આ મકાનમાં રહે છે. તેમણે હવે ઘરમાં ખાનગી મિલકતનું બોર્ડ લગાવ્યું છે. પ્રોપર્ટી ડીલર કિંગે કહ્યું કે મારા ગ્રાહકો ખૂબ જ નિરાશ છે. આ સમયે શું કરવું તે મને સમજાતું નથી. તો કપલ આ મામલે બેંકની પણ પૂછપરછ કરી રહ્યું છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે અન્ય લોકો તેમની મિલકતમાં કેવી રીતે પ્રવેશ્યા.