હરિયાણાના હિસારમાં એક મહિલાને બ્લેકમેઇલિંગનો કરવાની ઘટના સામે આવી છે. બ્લેકમેઇલિંગનો આરોપ બીજા કોઈ નહીં પરંતુ મહિલાએ પોતાના પુત્ર ઉપર જ આરોપ લગાવ્યો છે જેના કારણે આ ચર્ચાનો વિષય બની ગયો છે. પુત્ર પોતાની માતાને અન્ય વ્યક્તિ સાથે જોઈ ગયો અને ત્યારબાદ માતા અને પરપુરુષને કઢંગી હાલતમાં વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલિંગ કરવાનું શરુ કરી દીધું હતું. ત્યારબાદ પુત્રએ પૈસા પડાવવા માટે બ્લેકમેઇલિંગ શરુ કર્યું હતું.
જ્યારે આરોપ એ છે કે, છેલ્લા થોડા દિવસોમાં તેણે માતા પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. પરંતુ હવે પૈસા ના મળતા તો પુત્રએ માતાનો જ આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી નાખ્યો હતો. મહિલાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
હરિયાણા હિસારના અગોહા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં રહેનાર એક ગામની મહિલાનું કહેવું હતું કે, તેનો પતિ અવારનવાર બીમાર રહેતો હતો.
ઘરની આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી. પુત્ર પણ દારૂની લતે ચડ્યો હતો. આવામાં ઘર ચલાવવા માટે પોતે પડોશીના ખેતરમાં કામ કરવા જતી હતી. આ દરમિયાન તેના પુત્રએ ખેતર માલિક સાથે તેનો કઢંગી હાલતમાં વીડિયો રેકોર્ડ કરી નાખ્યો હતો. ત્યારબાદ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપીને નશા માટે પૈસા લેવાનું મારી સાથે શરુ કરી દીધું હતું. ફરિયાદી મહિલાનું કહેવું છે કે, થોડાક જ મહિનાઓમાં તેણે બે લાખ રૂપિયા આપી ચુકી હતી.
જ્યારે હવે તેણે પૈસા આપવાની ના પાડી દીધી તો તેના પુત્ર દ્વારા અશ્લીલ વીડિયો વોટ્સએપના અનેક ગ્રૂપમાં મોકલી દેવામાં આવ્યો હતો. અગોહા પોલીસ દ્વારા પીડિતાને ફરિયાદ ઉપર આરોપી પુત્ર સામે ફરિયાદ દાખલ કરી હતી. આરોપીની ધરપકડ હજુ સુધી થઈ નથી