પ્રયાગરાજના કર્નલગંજમાં એક ઘરમાંથી ફાયરિંગનો અવાજ સંભળાતા હંગામો મચી ગયો હતો. ગોળીઓનો અવાજ સાંભળીને આસપાસના લોકો યુવકના ઘર તરફ દોડી આવ્યા હતા. રૂમ અંદરથી બંધ હતો. જ્યારે મકાનમાલિક અને પડોશીઓએ બારીમાંથી ડોકિયું કર્યું તો સૌના હોશ ઉડી ગયા.
પલંગ પર લોહીથી લથપથ વ્યક્તિની લાશ પડી હતી. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.
પોલીસે જણાવ્યું કે 23 વર્ષીય કૃષ્ણા યુપીના ફતેહપુર જિલ્લાનો રહેવાસી હતો. હાલમાં તે કટરામાં મનમોહન પાર્ક પાસે ભાડાના મકાનમાં રહેતો હતો. તે જીમમાં લગાવેલા મશીનોને ઠીક કરતો હતો.
રૂમમાંથી સુસાઈડ નોટ મળી
મળતી માહિતી મુજબ તેને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ, ગર્લફ્રેન્ડે કોઈ વાતને લઈને તેનાથી અંતર બનાવી લીધું હતું. તે આ સહન ન કરી શક્યો અને માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસને મૃતક યુવકના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
આમાં તેણે ગર્લફ્રેન્ડની વિદાય વિશે લખ્યું છે. પ્રેમિકા તેને છોડીને ચાલી ગઈ હતી, જેનું દુ:ખ તેને સતાવી રહ્યું હતું. આ પછી તેણે આ ભયંકર પગલું ભર્યું. પોલીસે ઘટનાસ્થળેથી મળી આવેલ ગેરકાયદેસર હથિયાર પણ કબજે કરીને કેસની તપાસ શરૂ કરી છે. તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.