બોયફ્રેન્ડે કરી માંગણી કપડાં ઉતાર, નહીંતર હું મારી નસ કાપી નાખીશ..’, પછી બ્લેકમેઇલ કરી આટલા રૂપિયા પડાવ્યા

એક અજાણ્યા યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ થયા બાદ તેની સાથે વાતચીત શરૂ કરનારી 17 વર્ષની છોકરીને ભૂલ ભારે પડી છે. મુંબઈના મલાડ વિસ્તારમાં રહેનારી આ છોકરીને તેના 23 વર્ષના બોયફ્રેન્ડે એક દિવસ વિડીયો કોલ કરીને તેને કપડાં ઉતારવા માટે કહ્યું હતું, પરંતુ છોકરી ના પાડતા તેણે ચાકૂ બતાવતાનું કહ્યું કે જો તું કપડાં નહીં ઉતારે તો તે અહીં જ પોતાની નસ કાપી નાખીશ.

બોયફ્રેન્ડના દબાણના કારણે 11 મા ધોરણમાં ભણનારી આ છોકરીએ વિડીયો કોલ પર કપડાં ઉતારી નાખ્યા હતા. પરંતુ આ દરમિયાન તેને ખબર નહોતી કે, તેનો બોયફ્રેન્ડ સ્ક્રીન રેકોર્ડર દ્વારા વિડીયો કોલનું રેકોર્ડિંગ કરી રહ્યો છે. પછી આ જ વિડીયો દ્વારા યુવક દ્વારા છોકરીનું બ્લેકમેઈલિંગ શરુ કરવામાં આવ્યું હતું. ઘરમાં કોઈને આ વાતની ખબર ના પડી જાય તે માટે છોકરી પણ આ બોયફ્રેન્ડની ડીમાન્ડ પૂરી કરવા લાગી હતી. તેના માટે તેણે ઘરમાંથી ઘરેણાં તેમજ રોકડની ચોરી પણ કરી લીધી હતી.

અંતે એક દિવસ છોકરીની મમ્મીને ઘરમાંથી કેટલાક ઘરેણાં ગુમ થયા છે તેવી શંકા જતાં તેમણે છોકરીને આ અંગેમાં પૂછપરછ કરી હતી. ત્યારે મમ્મીના સવાલોનો સામનો ના કરી શકતા અંતે છોકરીએ અંતે રડતાં-રડતાં પોતાની સાથે જે પણ થયું તે જણાવી દીધું હતું. ત્યારબાદ માતા અને દીકરી સીધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને છોકરીને બ્લેકમેઈલ કરનારા પુણેના યુવક સામે ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. પોલીસે તેના પરથી તપાસ શરુ કરીને ગણતરીના સમયમાં જ તેમણે સંજય ઓહલ નામના વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી હતી. સંજય મૂળ તેલંગાણાનો વતની છે અને તે વ્યવસાયથી ડ્રાઈવર છે.

પોલીસની ટીમે ત્યારબાદ સંજયની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો સ્વીકારતા કહ્યું હતું કે, તેણે છોકરીને માત્ર રુપિયા પડાવવા માટે જ ફસાવેલી હતી. તેનો ન્યૂડ વિડીયો લઈને પહેલા તો તેણે તેના પાસેથી દસ હજાર રુપિયા માંગ્યા હતા.

છોકરી દ્વારા ઘરમાંથી ચોરી કરીને દસ હજાર રુપિયા સંજયના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંજયને લાગ્યું કે, તે છોકરી પાસેથી વધુ રુપિયા મેળવી શકે તેમ છે. આ રીતે તે તેની પાસેથી અવાર-નવાર રુપિયાની માંગણી કરતો હતો અને છોકરી ઘરમાંથી ચોરી કરીને પોતાની આબરુ બચાવવા તેની ડિમાન્ડ પૂરી કરી રહી હતી. સંજય દ્વારા તેની પાસેથી કુલ 58 હજાર રુપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરવામાં આવી છે.

Scroll to Top