સુરતની મહિલાની હિંમત જોઈ તમે કરશો તેની પ્રશંસા, એકલા હાથે ચેઈન ખેંચનારાને પકડી પાડ્યો

સુરતના વેસુ વિસ્તારમાં રવિવારે બનેલ એક ઘટનામાં પોતાની ચેઈન તોડીને ભાગી રહેલા એક વ્યક્તિને મહિલાએ જોરદાર હિંમત બતાવતા એકલા હાથે પકડી પાડ્યો છે. આ ઘટનામાં એ જોવા મળ્યું કે, કુલ ત્રણ લોકો એક બાઈક પર ચેઈન ખેંચવાના ઇરાદે ત્યાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ કિર્તી ભૂતડા નામની 25 વર્ષીય મહિલાના ગળામાં હાથ નાખીને ચેઈન ખેંચવામાં પ્રયત્ન કર્યો હતો.

પરંતુ આ દરમિયાન તે મહિલાએ જોરદાર હિંમત બતાવતા ચેઈન સ્નેચરનો કોલર પકડી લીધો અને બૂમાબૂમ શરુ કરી નાખી હતી. જેને સાંભળી આજુબાજુના લોકો પણ ત્યાં દોડી આવ્યા અને ચેઈન સ્નેચરને પકડી પાડ્યો હતો. આ દરમિયાન બે ચેઈન સ્નેચર ભાગવામાં સફળ થઈ ગયા હતા. તેમ છતાં પોલીસે બંનેની ઓળખ કરી નાખી હતી. જ્યારે પોલીસ દ્વારા તેમને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Scroll to Top