ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ, જયરાજસિંહ પરમારે 37 વર્ષ બાદ કોંગ્રેસનો સાથ છોડી દીધો

ગુજરાત કોંગ્રેમાં સતત ભંગાણ થઇ રહ્યું છે અને કોંગ્રેસના ધારાસભ્યોથી લઇ સ્થાનિક કોર્પોરેટરો પણ ભાજપનો કેસરિયે ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. કોગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે.

જયરાજસિંહ પરમારે કોગ્રેસ પક્ષ પર આરોપ લગાવ્યો છે કે, ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં વાયદો કરી ટિકિટ ન આપતા કોંગ્રેસના પ્રવક્તાએ આજે (ગુરુવારે) કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. એવું પણ માનવામાં આવી રહ્યું કે, આગમામી બે-ત્રણ દિવસમાં તેઓ ભાજપમાં જોડાશે.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતા છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે. તે

આ ઉપરાંત જયરાજસિંહે આજે સવારે પોતાના Twitter એકાઉન્ટ પરથી કોંગ્રેસ પરના પોતાના મુખ્ય પ્રવક્તા સહિતના તમામ હોદ્દાઓ દૂર કરી દીધા છે. માત્ર મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષના નેતાનો જ હોદ્દો રાખ્યો છે. ટ્વrટર એકાઉન્ટ પરથી હોદ્દાઓ દૂર કરવાનો મતલબ તેઓએ કોંગ્રેસ પક્ષ છોડી દીધુ છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો