મુંબઈની બાજુમાં આવેલા રાયગઢ જિલ્લાના મહાડમાં એક મહિલાએ પોતાના જ 6 બાળકોને કૂવામાં ફેંકીને મારી નાખ્યાના સનસનાટીભરી ઘટના સામે આવી છે. મહિલાએ પોતે પણ પોતાનો જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં લોકોની નજર તેના પર પડી ગઈ હતી. મહિલાને બચાવી લેવામાં આવી છે પરંતુ તમામ છ બાળકો મૃત્યુ પામ્યા હતા.
રાયગઢના એસપી અશોક દુધેના જણાવ્યા અનુસાર- માતાનું નામ રૂના ચિખુરી સાહની છે. પોલીસે 30 વર્ષની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. તેણે કહ્યું કે 30 વર્ષીય મહિલાએ કથિત રીતે તેના પતિના પરિવારના સભ્યો દ્વારા મારપીટ કર્યા બાદ આ પગલું ભર્યું હતું. આ હ્રદયદ્રાવક ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે.