મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોરમી વિસ્તારમાં એક કન્યા લગ્નની રાત્રે જ તેના સાસરિયાના ઘરની છત કૂદીને ભાગી ગઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે. વરરાજા દ્વારા તેની સાથે લગ્ન કરવા માટે 90 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. દુલ્હનના નાસી છૂટવાના સમાચાર મળતાં જ મધ્યરાત્રિએ ઘરમાં હંગામો થયો હતો. તેમ છતાં હાલ પોલીસે ફરાર થયેલી કન્યાને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરુ કરી છે.
છેતરપિંડીનો ભોગ બનનાર વરરાજાએ ગોરમી પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેના આધારે ગોરમી પોલીસની ટીમ દ્વારા ત્રણ લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ પણ કકરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોરમી વિસ્તારમાં રહેનાર દિવ્યાંગ સોનુ જૈનનાં લગ્ન થયા નહોતા. સોનુ જૈનના પરિચિત ગ્વાલિયરના રહેવાસી ઉદલ ખટિકે સોનુ જૈનને જણાવ્યું હતું કે, તે તેના લગ્ન કરાવશે પરંતુ બદલામાં એક લાખ રૂપિયા ચુકવણી કરવી પડશે.
તેમ છતાં સોનુ જૈને 90 હજાર રૂપિયામાં સોદો નક્કી કરી નાખ્યો હતો. મંગળવારના રોજ ઉદલ ખટીક અનિતા રત્નાકર નામની મહિલા સાથે ગોરમી પહોંચી ગયો હતો. તેની સાથે અરુણ ખટિક અને જીતેન્દ્ર રત્નાકર પણ ગોરમી પહોંચી આવ્યા હતા. આ સિવાય અન્ય એક વ્યક્તિ પણ ઉદલ ખટીક સાથે આવ્યો હતો. ત્યારબાદ અનિતા સાથે સોનુ જૈનના લગ્ન પરિવારના સભ્યોની સામે ઘરમાં જ થયા હતા. સોનું જૈને મંગળસૂત્ર પહેરાવ્યું, માંગ ભરી. સોનુના પરિવારના સભ્યો દ્વારા વર-વધૂને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા અને બાદમાં બધા લોકો સૂવા માટે ચાલ્યા ગયા હતા.
અનિતાની સાથે આવેલા જિતેન્દ્ર રત્નાકર તેને અનિતાએ પોતાનો ભાઈ ગણાવ્યો હતો. જ્યારે અરૂણ ખટિક બંને સૂવા માટે રૂમની બહાર ચાલ્યા ગયા હતા. આ દરમિયાન અનિતાએ પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવીને ટેરેસ પર ચાલી ગઈ હતી. અડધી રાત્રીના જ્યારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે તેઓએ પુત્રવધુનો શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે કોઈ જગ્યાએ મળી નહોતી.
અનિતા છત પરથી કૂદીને છટકી જવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસે અનિતાને પકડી પાડી હતી. ત્યાર બાદ વરરાજા બનેલા સોનુ ગોરમી પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને તેની સાથે થયેલી આ છેતરપિંડી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. સોનુ જૈનની ફરિયાદના આધારે પોલીસ ઉદલ ખટિક, જીતેન્દ્ર રત્નાકર, અરુણ ખાટિક અને અનિતા રત્નાકર અને અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડી સહિતની અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેની સાથે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી.