અમદાવાદમાં ગરમી લાગતા યુવતી દરવાજો ખુલ્લો રાખીને ઉંઘી રહી હતી તે સમયે નરાધમ ઘરમાં ઘૂસ્યો, ત્યાર બાદ જે થયું…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અમદાવાદ શહેરમાં છેડતી અને બળાત્કારના અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતાં કેટલાક એવા નરાધમો રહેલા છે તે સુધરવાનું નામ લઈ રહ્યા નથી. હવસની ભૂખ સંતોષવા માટે હવસખોરો કોઈ પણ હદ વટાવી નાખે છે. તેવી જ ઘટના ઘાટલોડિયાથી આવી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વોશરૂમ કરવાના બહાને ઘરમાં આવી યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો છે.

ઘાટલોડીયા વિસ્તારમાં રહેનાર એક યુવતી રવિવાર રાત્રીના સમય દરમિયાન ઘરે હાજર હતી. જેમાં ગરમીના કારણે યુવતીએ મકાનનો દરવાજો ખુલ્લો રાખીને સુઇ રહી હતી. આ દરમિયાન મોડી રાત્રીના યુવતીને કોઈ તેના ગળાના ભાગે અડતું હોવાનું જાણ થતા જ તે જાગી ગઈ હતી. તે દરમિયાન એક વ્યક્તિ દોડીને યુવતીના ઘરમાંથી બહાર ભાગ્યો ગયો હતો.

બીજી તરફ યુવતીએ બુમો પાડતા આજુબાજુમાં રહેનાર લોકો એકઠા થઈ ગયા હતા અને આ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પૂછપરછ કરતા દરમિયાન આ વ્યક્તિએ એવી રજુઆત કરી હતી કે, તે યુવતીના મકાનમાં વોશરૂમ કરવા માટે ગયો હતો. બીજી તરફ યુવતીએ પોતાની સાથે શારીરીક અડપલા કર્યા હોવાની જણાવ્યું હતું. જેના લીધે આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.

જ્યારે આ વાતની જાણ થતાં ન પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જ્યારે યુવતીએ શારીરીક અડપલા કરનાર જીગ્નેશ પટેલ સામે ફરીયાદ દાખલ કરાવતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો