ભાભીના પ્રેમ પડેલ દેવરે ભાઈને જ પતાવી નાખ્યો, પછી જે થયું…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મોરબી સીટીથી એક હત્યાની ઘટના સામે આવી છે જેને જાણીને તમે ચોંકી જશો. મોરબી સીટીથી કૌટુંબિક ભાઈની પત્ની પસંદ આવી જતા મોટો હોબાળો જોવા મળ્યો છે. જેમાં ધરાર પ્રેમી દ્વારા કૌટુંબિક ભાઈને કહેવામાં આવ્યું હતું કે, “તું તારી પત્ની છોડી દે, કેમકે તે મને બહુ ગમે છે.” પરંતુ આ ઘટનાનો કરુણ અંજામ સામે આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, લીલાપર રોડ ઉપર મોડી રાત્રીના ધરાર પ્રેમી દ્વારા તેના કૌટુંબિક ભાઈની પત્ની બાબતે તેના ઘરે જઈને ઝઘડો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ધરાર પ્રેમી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “મને તારી પત્ની બહુ ગમે છે તું તારી પત્નીને છોડી દે.” તેમ કહ્યું અને ત્યાર બાદ મહિલાના પતિ અને તેના કૌટુંબિક ભાઈની વચ્ચે ભારે માથાકૂટ થઈ હતી. જેમાં ધરાર પ્રેમી દ્વારા તેના જ કૌટુંબિક ભાઈ પર છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું મોત થઈ ગયું હતું. આ બનાવ હત્યામાં ફેરવાઈ ગયો હતો. આ ગુનામાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનામાં જાણકારી સામે આવી છે કે, મોરબી સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા લીલાપર રોડની પર આવેલ સ્મશાનની બાજુમાં રહેનાર ઇમરાનશા ઉમરશા શાહમદાર નામના યુવાનની ગુરુવારના છરીના ઘા મારીને તેના જ કૌટુંબિક ભાઈ દ્વારા કરુણ હત્યા કરી દેવામાં આવી હતી. તે અંગે લીલાપર રોડ ઉપર જ રહેનાર મૃતકના મોટાભાઈ જાવિદશા ઉમરશા શાનદાર જાતે ફકીર દ્વારા મોરબીના મકરાણીવાસમાં રહેનાર સરફરાજ ફિરોજશા શાહમદાર નામના તેના જ કૌટુંબિક ભાઈની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના આધારે હાલમાં પોલીસ દ્વારા આરોપી સરફરાજ ફિરોજશા શાહમદારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જ્યારે અત્યારે મૃતકના ભાઈએ જે ફરિયાદ કરી તેના મુજબ આરોપી સરફરાજ ફિરોજશા શાહમદાર મૃતક તેનો કૌટુંબિક ભાઇ જ રહેલો છે. જેમાં જાણવા મળ્યું છે કે, મૃતક ઇમરાનશા ઉમરશા શાહમદારના પત્ની સાહિદાબેન તેને પસંદ છે “તારી પત્ની મને ખૂબ પસંદ છે તું તારી પત્નીને છોડી દે” તેમ કહીને મૃતક ઈમરાનશા સાથે તેને ઝઘડો શરુ કર્યો હતો.

આ ઝઘડા દરમિયાન કૌટુંબિક ભાઈ દ્વારા ઇમરાનશા ઉપર છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. ઇમરાનશા ઉમરશા શાહમદાર પર છરી વડે જીવલેણ ઘા ઝીંકી દેવામાંઆવ્યા હતા. તેના કારણે તેનું મોત સારવાર દરમિયાન થયું હતું. નોંધનીય છે કે, મૃતક ઇમરાનના સાહિદાબેન સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેઓને કોઈ પણ સંતાન નહોતું.

પોલીસ સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે કે, મૃતક ઇમરાનશા શાહમદાર અને હત્યારા સરફરાઝના પિતા માસીયાઇ ભાઈ જ રહેલા છે. જેથી આરોપી વારંવાર મૃતક ઇમરાનશાના ઘરે આવતો રહેતો હતો. આ દરમિયાનમાં મૃતકના પત્ની સાહિદાબેન તેને ગમી ગયા હોય અને તે બાબતને લઈને તેને પોતાના જ કૌટુંબિક ભાઈ ઉપર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી દેવામાં આવી છે. જેના કારણે કૌટુંબિક ભાઈની હત્યા કરનારા યુવાનની હાલમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો