BRTSના કોરીડોરમાં હવે ખાનગી વાહનો પણ ચાલવી શકાશે, પરંતુ માત્ર અમુક સમયમર્યાદા પુરતા…

રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને અનુલક્ષીને હવે અમદાવાદ જેવા શહેરોમાં તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાત્રે આઠ વાગ્યા પછી શહેરમાં કર્ફયું લગાવી દેવામાં આવ્યો છે જેથી હવે બીઆરટીએસના કોરિડોરમાં ખાનગી વાહનો પણ ચલાવી શકાશે. હાલ શહેરમાં બીઆરટીએસ તેમજ એએમટીએસની સેવા બંધ રાખવામાં આવી છે.

ટ્રાફીકનું ભારણ ઓછુ: જ્યા સુધી સેવા બંધ રહેશે ત્યા સુધી જાહેરજનતા કોરીડોરનો ઉપયોગ કરી શકશે. કારણકે જો બીઆરટીએસના કોરિડોરમાં ખાનગી વાહનોને પરમીશન આપવામાં આવશે તો શહેરમાં ટ્રાફીકનું ભારણ ઓછું રહેશે. જેના કારણે લોકો આઠ વાગ્યા સુધીમાં તેમના ઘરે પહોચી જશે. કારણકે સાંજે ઓફિસ ટાઈમમાં શહેરમાં કર્ફયુંનું પ્રમાણ વધારે રહેતું હોય છે.

રસ્તાઓ પર ટ્રાફીક જામ: કોરોનાને કારણે હાલ શહેરમાં બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી છે. જેના કારણે તેનો ટ્રેક ખાલી પડ્યો હોય છે. બીજી તરફ શહેરના રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈન જોવા મળે છે. જેથી તંત્ર તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે. કે લોકો હવે બીઆરટીએસના કોરીડોરનો ઉપયોગ કરી શકશે. જોકે પહેલા માત્ર બીઆરટીએસ અને એએમટીએસની બસજ કોરીડોરમાં ચાલતી હતી.

પહેલા દંડ ફટકારવામાં આવતો: પહેલા જો ખાનગી વાહનો બીઆરટીએસના કોરીડોરમાં તેમનું વાહન ચલાવે તો પછી તેમને દંડ ફટકારવામાં આવતો હતો. સાથેજ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પણ સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા હતા. જેના દ્વારા તે નજર રાખવામાં આવતી હતી કે ખાનગી વાહનો બીઆરટીએસના કોરિડોરમાં ન પ્રવેશે. સાથેજ કોરીડોરમાં સેન્સર વાળા ગેટ પણ મુકવામાં આવ્યા હતા. જે બસ આવે ત્યારેજ ખુલતા હતા.

સંક્રમણનું જોખમ ઓછુ: હાલ રાજ્યના 20 શહેરોમાં નાઈટ કર્ફયું લાદી દેવામાં આવ્યો છે. જેમા સાંજે આઠ વાગ્યા પછી રાત્રી કર્ફયું લગાવી દેવામાં આવે છે. તેમ છતા પણ શહેરના રસ્તાઓ પર ટ્રાફીકજામના દ્રશ્યો જોવા મળતા હોય છે. સાથેજ ટ્રાફીક જામને કારણે સંક્રમણનું જોખમ પણ વધી જતું હોય છે. આજ કારણોસર ખાનગી વાહનોને કોરિડોરમાં વાહન ચલાવાની છૂટ આપવામાં આવી છે.

ઈ-મેમો પણ નહી ફાટે: ઉલ્લેખનીય છે કે અમદાવાદ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશરનરની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથેજ ટ્રાફીક પોલીસને પણ ખાનગી વાહનોને દંડ ન ફટકારે તેવી સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ખાનગી વાહનો કોરીડોરમાં ચલાવાથી ઈ-મેમો પણ નહી આવે.

Scroll to Top