અહીં ઝડપાયું 290 કરોડ નું હવાલા કૌભાંડનો, આ રીતે ફૂટ્યો ભાંડો

કર્ણાટકની સાયબર ક્રાઈમ પોલીસે ‘પાવરબેંક’ રોકાણના નામે સંચાલિત થઈ રહેલા 290 કરોડના હવાલા (મની લોન્ડરિંગ) કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સીઆઈડીએ રવિવારે આ માહિતી આપી હતી. સીઆઈડીએ કહ્યું છે કે, આ મામલામાં રાજ્યના એક અધિકારી, બે ચીની નાગરિકો અને બે તિબેટીયન સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સીઆઈડી સાયબર ક્રાઇમ પોલીસ અધિક્ષક એમડી શરથે જણાવ્યું છે કે, હવાલા કૌભાંડમાં સંડોવાયેલા 2 ચીની નાગરિકો, 2 તિબેટીયન અને શેલ કંપનીના 5 ડિરેક્ટર સહિત 9 આરોપીઓની ઘણા રોકાણકારોને છેતરવાના આરોપમાં આઈપીસી કલમ 420 અને આઈટીસી એક્ટની કલમ 66 હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ અધિકારીઓએ શોધી કાઢ્યું કે, કેરળનો ઉદ્યોગપતિ (અનસ અહેમદ) આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો, જે મની લોન્ડરીંગમાં ચીની હવાલા ઓપરેટરો સાથે કામ કરતો હતો. શરતે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અહેમદ, જે હજી પણ ફરાર છે, તેણે ચીનના પ્રવાસ દરમિયાન એક ચીની મહિલા સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ ચીની હવાલા ઓપરેટરો સાથે સંબંધ સ્થાપિત કર્યા હતા. તેણે કાળુ નાણું બહાર નિકાળવા માટે શેલ કંપનીઓ ખોલી હતી.

આ ટેક સિટીમાં પેમેન્ટ સોલ્યુશન્સ કંપની રેઝર પે સ સોફ્ટવેર લિમિટેડની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં આરોપીએ ગેમિંગ, સોશિયલ અને ઇ-કોમર્સ બિઝનેસમાં હોવાનો દાવો કરીને તેમના સમધનનો લાભ ઉઠાવ્યો હતો. સાયબર ક્રાઈમ વિંગે અહેમદના બેંક ખાતાઓને સીલ કરી દીધા, જેમાં નવેમ્બર 2020 માં કૌભાંડની શરૂઆત કર્યા બાદથી 290 કરોડ રૂપિયા હતા. સીઆઈડી સાયબર ક્રાઇમના પોલીસ અધિક્ષક એમડી શરથે જણાવ્યું છે કે, હવાલા કૌભાંડમાં સંડોવાયેલા 2 ચીની નાગરિકો, 2 તિબેટીયન અને શેલ કંપનીના 5 ડિરેક્ટર સહિત 9 આરોપીઓની ઘણા રોકાણકારોને છેતરવાના આરોપમાં આઈપીસીની કલમ 420 અને આઇટી એક્ટની કલમ 66 હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.

Scroll to Top