Uttar Pradesh

ઉન્નાવનો કિસ્સો: ગંગા નદીની પાસે રેતીમાં દટાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો

ઉત્તર પ્રદેશમાં થોડા દિવસો પહેલા અનેક જિલ્લામાં નદીઓમાં મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. હવે તેવુ જ ઉન્નાવમાં પણ ભયાનક ચિત્ર સામે આવી રહ્યું છે. ઉન્નાવમાં ગંગા નદી કિનારે રેતીમાં દટાયેલા મૃતદેહ જોવા મળી આવ્યા છે. મૃતદેહ મળ્યાની જાણકારી પ્રાપ્ત થયા બાદ આરોગ્ય ખાતાની ટીમ અહીં પહોંચી ગઈ હતી અને અહીંથી રેતીમાં અનેક મૃતદેહ નજરે ચડ્યા હતા.

આ ઘટનાને લઈને ડીએમે જણાવ્યું છે કે, “અમારી ટીમને ગંગા નદીથી દૂર રેતીમાં અનેક મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ પણ વધુ મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે. આવું કામ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ મંગળવારે રાત્રે બલિયામાં ગંગા નદી કિનારેથી વધુ સાત મૃતદેહ તરતા નજરે ચડી આવ્યા છે. તેની સાથે જ નદીમાંથી કાઢવામાં આવેલ મૃતદેહની સંખ્યા 52 પહોંચી ગઇ છે. એક અધિકારીએ જણાવ્યું છે કે, નદીમાં મળી રહેલ શબ કોવિડ સંક્રમિત થવાની આશંકાને જોતા નદી કિનારાના વિસ્તારમાં ચેપ ના ફેલાય તે માટે પ્રશાસન તરફથી મૃતદેહના તાત્કાલિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

જ્યારે ગંગા નદીમાંથી અનેક મૃતદેહ મળવાની ઘટના પર મુખ્યમંત્રી યોગી તરફથી નિવેદન આવ્યું છે. આ બાબતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અંત્યેષ્ટિની ક્રિયા મૃતકની ધાર્મિક માન્યતાઓ અનુરૂપ સન્માન સાથે થવી જરૂરી છે. તેમણે વધુ જણાવ્યું કે, કોઈપણ મૃતકની અંત્યેષ્ટિ માટે પાણીમાં છોડી દેવા એ પર્યાવરણને અનુરૂપ નથી. અંત્યેષ્ટિ ક્રિયા સુચારૂ રૂપથી પૂરી કરવા માટે રાજ્ય સરકાર તરફથી જરૂરી નામાંકીય સહાય પણ અપાઇ રહી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker