ગુરુદ્વારામાં ગેસ વિના ચુલો સળગવો એ ચમત્કાર છે કે બીજુ કંઇ!

શું ગેસ બર્નર (ચુલો) ગેસ સિલિન્ડર વગર સળગી શકે છે? જો તે સળગી રહ્યો હોત તો મોદીજીને ઉજ્જવલા યોજના શરૂ કરવાની જરૂર ન પડી હોત અને તમારે એક ગેસ સિલિન્ડર માટે લગભગ 700 રૂપિયા ચૂકવવા ના પડ્યા હોત. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે તાજેતરમાં જ ગેસ સિલિન્ડર વિના સ્ટવ સળગતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો હતો. પરંતુ હવે આ વીડિયોનું સત્ય સામે આવ્યું છે, તો જુઓ એક નજર. અને અલબત્ત ચમત્કારને સલામ કરતાં પહેલાં થોડું સંશોધન કરી લો.

દરેક વ્યક્તિએ આ ચમત્કાર ગણવ્યો!

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો ગુરુદ્વારા શ્રી ગુરુ અર્જુન દેવજીનો હોવાનું કહેવાય છે. તે સેક્ટર 40 ચંદીગઢમાં આવેલું છે. આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ગેસ સિલિન્ડર વગર સ્ટવ સળગી રહ્યો છે. આ જ કારણ છે કે લોકો તેને ચમત્કાર માનતા હતા.

ગુરુદ્વારા પ્રબંધક કમિટીના જનરલ સેક્રેટરી ક્રિપાલ સિંહે આ વીડિયોને સાચો ગણાવ્યો, પરંતુ તેના વિશે ફેલાવવામાં આવી રહેલી વાતો ખોટી ગણાવી છે. તેમણે કહ્યું, ‘એક ભક્ત દ્વારા બનાવવામાં આવેલા આ વીડિયોમાં ચમત્કાર જેવું કંઈ નથી. ખરેખરમાં સ્ટવમાં સિલિન્ડર પૂરો થઈ ગયો હતો. રેગ્યુલેટર બંધ કર્યા વિના સ્ટોરમાંથી બીજો સિલિન્ડર મંગાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં પાઈપમાં ગેસ બાકી રહેવાથી સ્ટવ થોડો સમય સળગતો રહે છે, જે સામાન્ય છે.

Scroll to Top