40 મુસાફરોથી ભરેલી બસ વરસાદી નદીમાં ફસાઈ, 2 કલાકની મહેનત બાદ જીવ બચ્યા

રાજસ્થાનનું હાડૌતી અંચલમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દરેક રસ્તા પર આવતી નદીઓ અને નાળામાં પાણીનું સ્તર વધી ગયું છે. જ્યારે બુંદી જિલ્લામાં એક નદીમાં રાજસ્થાન રોડવેઝમાં એક બસ ફસાઈ ગઈ હતી. તેમાં બસમાં 40 મુસાફરો સવાર રહેલા હતા. તેમાં તમામ મુસાફરોએ અઢી કલાક સુધી જીવન અને મોત વચ્ચેનો ભયનો અનુભવ કર્યો હતો

જ્યારે કોટાથી ઈટાવા જઈ રહેલી રોડવેઝ બસ વરસાદના કારણે આવેલા પૂરમાં ફસાઈ ગઈ હતી. નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી હતી. બસ નદીમાં ફસાઈ જતા 40 મુસાફરોના જીવ અધ્ધરતાલે થઈ ગયા હતા. ચારોતરફ માત્ર પાણીનો ધસમસતો પ્રવાહ જ જોવા મળી રહ્યો હતો. જ્યારે સહયોગી એનબીટી સાથે વાતચીત દરમિયાન બુંદી જિલ્લાના દેઈખેડા પોલીસના અધિકારી સત્યનારાયણ ગુર્જરે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતા અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેની સાથે જ ગામના લોકો પણ આવી પહોંચ્યા ગયા હતા. પરંતુ હાઈવે પ્રોજેક્ટનું કામ કરી રહેલી કંપનીમાંથી જેસીબી મંગાવવામાં આવ્યું હતું.

જયારે લોકોને બચાવવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી. પહેલા બસને તણાતી રોકવા માટે ગામના લોકોએ બસ સાથે રસ્સી બાંધી અને પકડી રાખી લીધી હતી. ત્યાર બાદ નદીમાં જેસીબી ડાયવર્ઝન ચેનલ તૈયાર કરવામાં આવી હતી. જેનાથી નદીના પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રસ્સીના સહારે બસમાં સવાર યાત્રીઓને એક-એક કરીને બહાર સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, 35 વયસ્ક અને 5 નાના બાળકો બસમાં સવાર રહેલા હતા. ઈટાવા જતી વખતે વરસાદના કારણે આવેલા પૂરમાં એકાએક બસ ફસાઈ ગઈ હતી. તેઓને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ યાત્રીઓને બીજા ખાનગી વાહનો દ્વારા ઘર મોકલવામાં આવ્યા હતા.

દેઈખેડા પોલીસ સ્ટેશનના અધિકારી સત્યનારાયણ ગુર્જર દ્વારા કહેવામાં આવ્યું છે કે, સવારના 9 વાગે બસ ફસાઈ ગઈ હતી. સાડા 11 વાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમ છતાં વાંક બસ ડ્રાઈવરનો હતો. તેણે પાણી વચ્ચે બસને હંકારી દીધી હતી અને આગળ જતા બસ પાણીમાં જ બંધ થઈ ગઈ હતી. લાખ પ્રયત્ન કર્યા બાદ પણ બસ ચાલુ થઈ નહોતી. જેના કારણે બસ ફસાઈ ગઈ હતી.

Scroll to Top