હરિયાણાના સોનીપત જિલ્લામાં સ્થિત મુર્થલના ધાબામાં દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ફ્લાઇંગ સ્કવોડની ટીમ દ્વારા સ્થાનિક પોલીસ અને એસડીએમ સાથે મળીને ત્રણ વિદેશી યુવતીઓ સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 12 છોકરીઓ અને 3 યુવકોને દેહવ્યાપારના ધંધામાં અને 9 યુવકોને જુગાર રમતા ઝડપવામાં આવ્યા હતા. જુગાર રમતા ઝડપાયેલા યુવકો પાસેથી 1.63 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
જ્યારે મુરથલમાં મુખ્યમંત્રી ફ્લાઇંગ સ્કવોડની ટીમે ઢાબામાં વેશ્યાવૃત્તિ, ડ્રગનો વ્યવહાર તેમજ જુગાર રમવા વિશે માહિતીની જાણકારી મળી હતી. તેના આધારે ગઈ કાલની રાત્રે 9.30 વાગ્યે મુરથલના ઢાબાઓ પર ડીએસપી અજિતસિંહના નેતૃત્વ હેઠળ દરોડા પડયા હતા.
આ દરમિયાન રાત્રે 9 વાગ્યાની આજુબાજુ 9 જુદી-જુદી ટીમોએ એક સાથે ઢાબા પર દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ અને એસડીએમ સોનેપત પણ તેમની સાથે રહ્યા હતા. ટીમ દ્વારા મુરથલમાં હેપ્પી, રાજા અને હોટલ વેસ્ટ ઢાબા પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 12 છોકરીઓ અને ત્રણ યુવકોને પકડી પાડવામાં આવ્યા હતા. આ બધા વેશ્યાવૃત્તિના ધંધામાં ડુબેલા જોવા મળ્યા હતા.
આ દરમિયાન જાણવા મળ્યું છે કે, નવ છોકરીઓ દિલ્હીની, ત્રણ છોકરીઓ ઉઝબેકિસ્તાન, તુર્કી અને રશિયાની છે. બ્રાઉન સ્ટોન ઢાબા પર એક ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી નવ યુવાનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. .
પોલીસ ટીમ દ્વારા પકડવામાં આવેલ યુવક સોનીપત, દિલ્હી અને યુપીના હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમો નવ ઢાબા પર તૈનાત કરાઈ હતી. જેમાં મોડી રાત સુધી કાર્યવાહી કરવામાં આવી હતી.