વિદેશી યુવતીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલનાર નેટવર્કમાં એજન્ટ તરીકે કામ કરનારને સુરતની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેને પુણેમાં નોંધાયેલા મકોકાના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ નેપાળી યુવકને ભાટપોર ગામ કાસા રિવા હોટલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસથી સુરત છુપાયેલા નેપાળી યુવાને સ્થાનિક યુવાન સાથે મળી વેસુમાં રૂમ રાખી નેપાળી યુવતીઓ પાસે દેહવ્યાપારનો ધંધો કરાવવાનું ચાલું કર્યું હતું.
ચાર વર્ષ અગાઉ પુણેના નગર રોડમાં આવેલ હયાત હોટલમાં પોલીસે રેડ પાડી આ સેક્સ રેકેટ ઝડપી પાડયું હતું. રશિયા, ઉઝબેકીસ્તાન, નેપાળ તેમજ ભારત દેશના અલગ-અલગ રાજ્યોમાંથી છોકરીઓને લાવવામાં આવતી અને તેને દેહવ્યપારના ધંધામાં ધકેલી અલગ-અલગ વેબસાઈટ ઉપર તેની જાહેરાત મૂકી હોટલોમાં સપ્લાય કરવામાં આવતી હતી. જ્યારે આ નેટવર્કના સૂત્રધાર કૃષ્ણાસીંગ સુરેન્દ્રસીંગ અને તેના એજન્ટો મળી કુલ 24 વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મકોકા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પુણે સીટીના મેરવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યા બાદ આ ગુનામાં વર્ષ 2017 થી શિવા રામકુમાર ચૌધરી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જે બળજબરી પુર્વક યુવતીઓને દેહવ્યપારના ધંધામાં ધકેલતો હતો અને ગ્રાહકો પાસેથી રૂપિયા આરોપીઓ લઈ લેતો હતો. શીવા એજન્ટ તરીકે બહારથી છોકરીઓ લાવતો અને તેનાથી દેહવ્યપાર કરાવડાવતો હતો. શીવાની સામે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ તે નેપાળ નાસી ગયો હતો.
બે વર્ષ ત્યાં રહ્યા બાદ દિલ્લી અને જયપુરમાં ચાલ્યો ગયો હતો. તે છેલ્લા 10 દિવસથી સુરતમાં રહેવા માટે આવ્યો હોવાની જાણકારી સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી હતી. તેમ છતાં શિવા નામનો આ ઈસમ સુરતના વેસુ વિસ્તારમાં એક સ્થાનિક સાથે મળી એક રૂમ રાખી ત્યાં પાંચથી સાત નેપાળી યુવતીઓ રાખી દેહવ્યાપાર કરાવતો હોવાની જાણકારીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ આરોપીને ગતરોજ આ ઈસામનો સુરત ના ઇચ્છપોર ખાતે આવેલ એક હોટલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેના સામે ફરિયાદ દાખલ કરી પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.