મિત્રના ઘરેથી પોતાના ઘરે જતાં કેબમાં યુવતીને ઊંઘ આવી જતાં કેબ ડ્રાઈવરે તકનો ફાયદો લઈને આચર્યું દુષ્કર્મ

બેંગલુરુમાં મહિલાઓની સુરક્ષાને લઈને એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. મોડી રાત્રીના મિત્રના ઘરેથી કેબ દ્વારા ઘરે જઈ રહેલી યુવતીને કેબમાં જ ઊંઘ આવી ગઈ હતી. ત્યાર બાદ કેબ ડ્રાઈવર દ્વારા તકનો લાભ ઉઠાવતા યુવતીને સુમસામ જગ્યા પર લઈને ચાલ્યો ગયો હતો. જ્યારે સૂતેલી યુવતી સાથે તેને સેલ્ફી લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની પોલીસ ફરિયાદ બાદ આરોપી કેબ ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, મિત્રના ઘરે પાર્ટી કર્યા બાદ રાત્રીના 3.20 વાગ્યે યુવતીએ ઘરે જવા માટે કેબને સુવિધા લેવામાં માટે તેન મંગાવી હતી, પરંતુ આ તેને ખૂબ ભારે પડી ગયું હતું. કેમકે જ્યારે તે 3.40 વાગ્યે ઘરે પહોંચી ત્યારે તે ઊંઘમાં જ હતી.

ઘરે પહોંચ્યા બાદ જ્યારે ડ્રાઈવરે કારનો પાછળ દરવાજો ખોલીને જોયું તો યુવતી સૂઈ ગયેલી હતી. ત્યાર બાદ તે કારને યુવતીના ઘરની નજીક સુમસામ જગ્યાએ પર લઈ ગયો હતો. આ સિવાય પોલીસ સુત્રો દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, કારને સુમસામ જગ્યાએ પાર્ક કરી તેણે પહેલા યુવતી સાથે પોતાના કેમેરામાં સેલ્ફી લીધી અને ત્યાર બાદ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

જ્યારે પીડિતા ભાનમાં આવી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે કેબ ડ્રાઈવરને ધક્કો માર્યો અને પોતાની બેગ અને ડ્રાઈવરનો મોબાઈલ ફોન છીનવી લીધો અને ભાગીને પોતાના ઘરે ચાલી ગઈ હતી. તે સવારના 4.45 વાગ્યે પોતાના ઘરે પહોંચી હતી.

ઘરે પહોંચવાની સાથે જ તેણે પોલીસને જાણકારી આપી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીનો મોબાઈલ ફોન તપાસવામાં આવ્યો તો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેમાં દુષ્કર્મ પહેલા યુવતી સાથે લીધેલી સેલ્ફી જોવા મળી આવી હતી.

તેની સાથે યુવતીની ફરિયાદના મુજબ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી દેવાઈ હતી. આ મુદ્દે પોલીસ દ્વારા કેઆર પુરમની પાસે અવલાહલ્લીના રહેવાસી કેબ ડ્રાઈવર દેવરાજ ઉર્ફે દેવરાજુલુની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ આંધ્ર પ્રદેશનો રહેલ છે.

તે રોજીરોટી માટે બે વર્ષ પહેલાં બેંગલુરુ આવ્યો હતો. તેમ છતાં આરોપીએ પહેલાં જણાવ્યું હતું કે, તે નિર્દોષ છે. પરંતુ પોલીસ દ્વારા સખ્ત પુછતાછ બાદ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેમ છતાં, આ દુષ્કર્મની આ ઘટનાએ બેંગલુરુમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

Scroll to Top