તમે તો નથી છેતરાયા ને ? અમદાવાદમાંથી યુવતીઓ દ્વારા ચાલતું કોલસેન્ટર ઝડપાયું

અમદાવાદમાંથી ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડના ઓટીપી નંબર મેળવી છેતરપીંડી કરતા કોલસેન્ટરનો પર્દાફાશ કરાયો છે. સાથે જ પ્રથમ વખત પેટીએમ પેમેન્ટ બેંકના ડેબીટ કાર્ડના આધારે છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે, સાથે સાથે સમગ્ર કોલસેન્ટર યુવતીઓ દ્વારા ચાલતું હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં દેશના 15 રાજ્યોના લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, તો ભોગ બનનાર તમામ લોકો માત્ર એક્સીસ બેંકના ખાતેદારો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

એક્સીસ બેકના ખાતેદારોના કાર્ડ બંધ થઈ ગયા હોવાનું કહી કાર્ડ રીન્યુ કરવાના બહાને ઓટીપી નંબર મેળવી બેકના નામે બનાવટી મેસેજ મોકલી ઓનલાઈન છેતરપિંડી કરતું એક કોલસેન્ટર ઝડપાયું છે. દિલ્હી ખાતેથી ઝડપાયેલા કોલસેન્ટરની સંચાલક સહિત 16 યુવતી તથા એક સગીરાને પણ ઝડપી લેવામા આવી છે.

કોલસેન્ટરમાં પહેલી વખત પેટીએમ પેમેન્ટ બેંકના ડેબીટ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું જાણલા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી 326 જેટલા પેટીએમ કાર્ડ મળી કુલ 334 ડેબીટ કાર્ડ કબ્જે કર્યા છે.

કોલસેન્ટર ચલાવતી આ યુવતીઓ એટલી ચાલાક હતી કે ગણતરીની મિનિટોમાં જ અલગ અલગ ડેબીટ કાર્ડની મદદથી રુપિયા ખંખેરી લેતી હતી. અમદાવાદના સોફ્ટવેર એન્જીનીયર પાસેથી 8 વખત ઓટીપી મેળવી આશરે 8 લાખ રુપિયાની છેતરપિંડી કરી લીધી હતી.

ઉપરાંત 1275 જેટલા સીમકાર્ડ પણ કબ્જે કર્યા છે. આરોપી પાસેથી પોલીસે કોલસેન્ટર ચલાવવા માટે નો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે કોલસેન્ટરમાં કામ કરતી તમામ યુવતીઓને એક અઠવાડિયાની ટ્રેનીંગ પણ આપવામા આવી હતી. આરોપીએ 15 રાજ્યોમાં હજારો કોલ કરવામાં આવ્યા છે અને કરોડો રુપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આશુ અને અઝહર નામના બે યુવકોના નામ આ કેસમા સામે આવ્યા છે જે તેમને ડેટા આપતા હતા.

સાયબર ક્રાઈમે ઝડપેલા કોલ સેન્ટરના સંચાલકોની પુછપરછમાં સામે આવ્યું કે માત્ર એક્સીસ બેંકનો ડેટા આરોપી પાસે હતો. જે આશુ નામના યુવકે મોકલ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે બેંકનો ડેટા ક્યાંથી અને કોની પાસેથી આવ્યો તે અંગે તપાસ હાથ ધરી છે, ઉપરાંત 328 પેમેન્ટ કાર્ડના ડોક્યુમેન્ટ ક્યાંથી લાવ્યા અને આ ડેબીટ કાર્ડ ક્યાથી લાવ્યા તેની તપાસ કરવામાં આવશે, ઉપરાંત કબ્જે કરેલ બે લેપટોપની તપાસ અંતે અન્ય આરોપી આશુ અને અઝહરની માહિતી મળી શકશે અને આ બે આરોપીની ધરપકડ બાદ અન્ય નવા કોલસેન્ટરોની માહિતી પણ સામે આવી શકે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here