અગાવ તમે જાણ્યું તેમ જમ્મુ કાશ્મીર માં સૈનિકોની ટુકડીઓ ખુબજ પુષ્કળ પ્રમાણમાં માં તૈનાત થઈ રહી છે અત્યાર સુધીમાં ક્યારેય આવું થયું નથી
ત્યારે સમગ્ર દેશવાસીઓ ના મનમાં એકજ સવાલ ઉત્તપન્ન થાઈ છે કે આટલા બધાં જવાનો શામાટે શુ તેના પાછળ મોદી સરકાર નો કોઈ પ્લાન છે
શું મોદી સરકાર કાઈ મોટું કામ કરવા જઈ રહી છે આવો જાણીએ એ સંપૂર્ણ પ્રશ્નો ના ઉત્તર જમ્મુ કાશ્મીરમાં વધારાના 10,000 સૈનિકોની તહેનાતી અંગે અટકળો ચાલી રહી હતી કે.
સરકાર જમ્મુ-કાશ્મીરમાં કોઇ મહત્ત્વનો નિર્ણય લેવા જઇ રહી છે અને આને લઇને સરકાર પર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે સરકાર કલમ 35-એને હટાવવાની હિલચાલ કરી રહી છે.હવે 10,000 સૈનિકોને લઇને ખુલાસો થયો છે.
આ 15 ઓગસ્ટ પર સરકારનું આયોજન છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર જમ્મુ-કાશ્મીરની દરેક પંચાયતમાં તિરંગો લહેરાવવામાં આવે. તેના માટે સુરક્ષા વધારવા માટે સુરક્ષાબળોને કાશ્મીર ખીણમાં મોકલી દેવાયા છે.
સરકારી સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી છે.સૂત્રોના મતે,સુરક્ષાબળ એટલા માટે તહેનાત કરાયા છે,જેથી ધ્વજવંદનમાં કોઇ મુશ્કેલી ના આવે અને કોઇ અવાંછિત ઘટનાને ટાળી શકાય.
કાશ્મીરના મોટાભાગના પંચાયત પ્રમુખ આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાના ગામમાં રાષ્ટ્રધ્વજ લહેરાવા માગે છે.
રાજ્યમાં જ વધુ સુરક્ષાબળોને તહેનાત કરવાના સમાચાર આવ્યા બાદ કેટલાય પ્રકારની અટકળો શરૂ થઈ હતી. ત્યાં સરકાર અને મેનેજમેન્ટ તરફથી કથિત રીતે રજૂ કરાયેલા કેટલાક નિર્દેશોને લઇને પણ આ અટકળબાજી વધુ તેજ થઇ ગઇ હતી.
BJP રાજ્યની દરેક પંચાયતે પોતાના પાર્ટી યુનિટને પહેલાં જ આ નિર્દેશ આપી દીધો છે કે, 15 ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરવામાં આવે.
પાર્ટીએ ગત વર્ષે અહીં યોજાયેલ પંચાયત ચૂંટણીઓમાં જીત મેળવી હતી. BJPને એ વાતની પણ આશા છે કે,આ કવાયદથી તેને રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણીઓમાં પણ મદદ મળશે. અહીં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની આશા છે.
દિલ્હીમાં મંગળવાર સાંજે યોજાયેલી BJPના જમ્મુ-કાશ્મીર કોર ગ્રુપની બેઠકમાં રાજ્યને ધ્યાનમાં રાખતા ચૂંટણી તૈયારીઓ જ ટોચના એજેન્ડામાં સામેલ હતી.
આની પહેલાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યની મુલાકાત લઇને પ્રદેશના નેતાઓની સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી.પાર્ટીના વર્કિંગ પ્રેસિડન્ટ જે. પી. નડ્ડા પણ ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે જાય તેવી સંભાવના છે.