વિશ્વમાં કોરોનાની બીજી લહેરને કારણે તારાજી સર્જાઈ છે ખાસ કરીને ભારત અને અમેરિકા જેવા દેશોમાંતો રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. પરંતુ આવા સમયે જે વિદ્યાર્થી કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયા છે. તેવા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કુલ 90 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. કે જેમને કેનેડામાં હવે કાયમ માટે પીઆર આપી દેવામાં આવશે.
સમગ્ર મામલે કેનેડાના ઈમિગ્રેશન એક્સપર્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે. જોકે આ પોલીસી એજ લોકો માટે કે જે વિદ્યાર્થીઓ હાલ કેનાડામાં અભ્યાસ કરી રહ્યા છે. જોકે આ પોલીસીમાં પણ અમુક ટર્મ્સ એન્ડ કન્ડીશન મુકવામાં આવી છે. જેમા વિદ્યાર્થીઓએ 2 વર્ષ કરતા વધારે અભ્યાસ કરેલો હોવો જોઈએ તોજ તેઓ પીઆર માટે અરજી કરી શકશે.
સાથેજ જે લોકો કેનેડામાં અસ્થાયી રીતે કામ કરે છે તે લોકોને પણ પરમેન્ટ રેસિડન્સીઆપી દેવામાં આવશે, કેનેડાની આ ઈમીગ્રેશન પોલીસીને કારણે એકદંરે જે ભારતીય ત્યા વસવાટ કરી રહ્યા છે. તે લોકોમાં ખુશીનો માહોલ છે. કેનેડા દ્વારા આ પોલીસી ખાસ તો એટલા માટે અમલમાં મુકવામાં આવી છે. કારણકે તેઓ તેમના દેશની આર્થિક સ્થિતીને ફરીથી વેગ આપવા માગે છે.
નવી પોલીસામાં જે કામદારો લાંબા સમયથી હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે. તેવા લોકોને પહેલા તક આફવામાં આવશે કારણે તેઓ તેમના દેશની અર્થ વ્યવસ્થાને આગળ વધારી રહ્યા છે. જે લોકોને કેનેડા હેલ્થ કેર પ્રોફેશનમાં 1 વર્ષનો અનુભવ છે, તેવા લોકોને પહેલા ચાન્સ આપવામાં આવશે. પરંતુ તે લોકોએ પોસ્ટ સેકેન્ડરી પ્રોગ્રામ પુરો કરેલો હોવા જોઈએ તોજ તેમને પીઆર મળી શકશે.
5 નવેમ્બર સુધી ત્યા આગળ રહેતા ભારતીય પીઆર માટે અપ્લાય કરી શકશે સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કુલ 90 હજાર જેટલા કાયમી રહેવાસીઓને પ્રવેશ આપવામાં આવશે કોરોના મહમારામીં જેમ જેમ પરિસ્થિત વિકટ બનશે તેમ તેમ ઈમીગ્રેશનની મુશક્લીઓ વધવાની છે. જેના કારણે કેનેડાની સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેનેડાની સરકાર દ્વારા ખાસ કરીને એટલા માટે આ પોલીસી અમલમાં મુકવામાં આવી છે કે તે લોકો દેશની અર્થ વ્યવસ્થાને આગળ વધારવા માગે છે. તેમા પણ ભારતીય મૂળના લોકો તેમના દેશની અર્થવ્યવસ્થાને હાલ આગળ ધપાવીજ રહ્યા છે જોકે અકદંરે ત્યાની સરકારના આ નિર્ણયને કારણે ભારતીયોને પણ ત્યા કાયમી રોજગારી મળી રહેશે.