કેનેડામાં હજારો લોકો ઉતર્યા રસ્તા પર, પરિવાર સાથે ઘર છોડીને ભાગ્યા PM ટ્રૂડો

કેનેડાની રાજધાની ઓટાવામાં શનિવારે 50 હજારથી વધુ લોકોએ કોવિડ વેક્સિનને ફરજિયાત બનાવવા અને કોવિડ-19 પ્રતિબંધો સામે વિરોધ કર્યો હતો. આ દરમિયાન કેટલાક વિરોધીઓએ કોવિડ પ્રતિબંધોની સરખામણી ફાસીવાદ સાથે કરી હતી. પ્રદર્શનકારીઓએ કેનેડાના ધ્વજ સાથે નાઝી પ્રતીકો પ્રદર્શિત કર્યા અને સૂત્રોચ્ચાર કર્યા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ તેમના પરિવાર સાથે ઓટાવા હાઉસ છોડવું પડ્યું. તેઓ કોઈ અજાણી જગ્યાએ ચાલ્યા ગયા છે.

મોન્ટ્રીયલના ડેવિડ સાન્તોસે કહ્યું કે તેઓ માને છે કે રસીકરણને ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત નથી, પરંતુ સરકાર દ્વારા ‘વસ્તુઓને નિયંત્રિત કરવા’ માટેની યુક્તિ છે. વિરોધ પ્રદર્શનના આયોજકોએ તમામ COVID-19 પ્રતિબંધો પાછી ખેંચી લેવા અને રસીકરણને ફરજિયાત બનાવવાના નિર્ણય અને વડા પ્રધાન ટ્રૂડોના રાજીનામાની હાકલ કરી હતી. વિરોધ કરનારાઓમાં મોટાભાગના ટ્રક ડ્રાઇવરો છે, જેમના માટે રસી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન ટ્રૂડો અને તેમના પરિવારને તેમના ઓટાવાના ઘરેથી ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે.

વિરોધીઓ સામે કોઈ કેસ નથી
સુરક્ષાની ચિંતાઓને કારણે ટ્રૂડોને એક દિવસ પહેલા ખસેડવામાં આવ્યા હતા. તે જ સમયે, વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરેલા લોકોની સંખ્યા 50,000 થી વધુ હોવાનું કહેવાય છે. જેમાં મોટાભાગના ટ્રક ડ્રાઈવરો છે. ઓટાવા પોલીસનું કહેવું છે કે દેખાવો શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યા છે, તેથી કોઈની વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. કેનેડામાં લગભગ એક અઠવાડિયા સુધી ડ્રાઇવિંગ કર્યા પછી શુક્રવારે રાજધાનીમાં ટ્રક ડ્રાઈવરોએ આવવાનું શરૂ કર્યું. યુએસ-કેનેડા સરહદે મુસાફરી કરતા ટ્રક ડ્રાઇવરો માટે કોવિડ-19 રસી ફરજિયાતના આદેશના વિરોધમાં ‘ફ્રીડમ કોન્વોય’ શરૂ થયું હતું.

ખાવાપીવાની વસ્તુઓના ભાવ વધ્યા
સરકારના આદેશ મુજબ, 15 જાન્યુઆરીથી, ટ્રક ચાલકોએ સરહદ પાર કરવા માટે રસીકરણનો પુરાવો દર્શાવવો જરૂરી છે. રસી વિનાના ટ્રક ડ્રાઇવરોને યુએસથી પરત ફરતી વખતે અલગ રાખવા પડશે અને કોવિડ-19 માટે પરીક્ષણ કરાવવું પડશે. ટ્રક ડ્રાઈવરો માટે પણ આવો જ નિયમ યુએસમાં 22 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો.

આ નિયમોના કારણે બંને દેશોમાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી છે અને ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રૂડોએ સોમવારે વિરોધ વચ્ચે જણાવ્યું હતું કે મોટાભાગના કેનેડિયન ટ્રક ડ્રાઇવરોને રસી આપવામાં આવી હતી. દેશના લગભગ 90 ટકા ટ્રક ડ્રાઈવરોએ આ રસી લીધી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો