સીસમના પાનના પ્રયોગથી આ ગુજરાતીએ મટાડ્યું ચોથા સ્ટેજનું કેન્સર, અમદાવાદના મોટા સર્જનને પાડ્યા ખોટા. મૂળ ઉત્તર ગુજરાતના સિદ્ધપુરના વતની એવા આ કમલેશભાઈ પટેલે અમદાવાદના જાણીતા એવા કેન્સર સર્જનને પણ ખોટા પાડીને આયુર્વેદિક રીત અને નવીન ભોજનપ્રથાથી તેમનું ચોથા સ્ટેજનું કેન્સર મટાડ્યું છે.
વ્યવસાયે મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે કાર્યરત એવા કમલેશભાઈને પણ કલ્પના નહોતી કે તેમને આંતરડાનું કેન્સર છે. વાત આજથી 2 વર્ષ પહેલાંની છે. જ્યાં તેમને આંતરડાનું કેન્સર છે તેવા રિપોર્ટ્સ આવ્યા હતા. તેઓ જ્યારે વધુ સારવાર માટે અમદાવાદના ખ્યાતનામ કેન્સર સર્જન પાસે આવ્યા ત્યાં સુધીમાં તો તે કેન્સર લીવર સુધી ફેલાઈ ગયેલું હતું.
જેના લીધે જે તે ડૉક્ટરે પણ તેમને હવે કોઈ જ સારવાર શક્ય ન હોવાની વાત કરી હતી. તેમજ એમ પણ કહી જ દીધું હતું કે હવે તેઓ કદાચ જ છ મહિનાથી વધુ જીવશે. આ બાદ તેઓ ઘરે પરત આવ્યા હતા અને તેમના એક મિત્રની સલાહ માનીને તેમણે ઘઉંના જ્વારાના રસનો પ્રયોગ કર્યો હતો જેમાં તેમને આંશિક રાહત મળી હતી.
સાથે જ એક અન્ય મિત્રની સલાહ માનીને તેમણે નવી આહાર પદ્ધતિ અપનાવી હતી જેના મુજબ તેમણે દૂધ કે તેની બનાવટ ખાવાનું સંપૂર્ણ બંધ કર્યું હતું. તેમજ કાચું ખાવાનું પણ શરૂ કર્યું હતું જેના લીધે તેઓ આજે સંપૂર્ણ સ્વસ્થ થયા છે. શું પ્રયોગ હતો અને તેના વિશે કમલેશભાઈ શું કહે છે તે જોઈ લો ઉપરના વીડિયોમાં તેમના જ મુખેથી.