કોરોનાને કારણે ભારતમાં હાલ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે લોકોની માનસિકતા દિવસેને દિવસે બદલાઈ રહી છે ક્યાક તો માણસ પોતાની માણસાઈ ભૂલી ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણકે કોરોનાગ્રસ્ત વ્યક્તિના મૃતદેહનો લોકો સ્મશાનમ સુધી લઈ જવા માટે પણ પરિવારજનો આગળ નથી આવી રહ્યા.
કાંધ આપવા કોઈ ન આવ્યું
ઉત્તરપ્રદેશના જૌનપુરમાં કઈક આવોજ બનાવ સામે આવ્યો છે જ્યા એક વૃદ્ધ મહિલાનું કોરોનાને કારણે મોત થયું હતું. જેને કોઈ પણ કાંધ આપવા માટે તૈયાર ન થયું જેના કારણે તે મહિલાનો પતિ તેના મૃતદેહને કફન ઓઢાડ્યા વગર સાયકલ પર ટીંગાડીને નદિકિનારે લઈ જતો હતો આ સમયે કેટલાક લોકોએ તે વૃદધ્ને અટકાવ્યો પરંતુ તેને દુખમાં તેને ખ્યાલ ન હતો કે તે શું કરી રહ્યો છે.
પોલીસે અંતિમ સંસ્કાર કરાવ્યા
આ મામલે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ તુરંત સ્થળ પર પહોચી અને તેમણે મૃતદેહને યોગ્ય જગ્યા ખસેડ્યો હતો જ્યા તેમણે હિન્દુ રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કર્યાહતા. પોલીસ મૃતદેહને રામઘાટ લઈ ગઈ હતી જ્યા તેમણે અંતિમ સંસ્કાર કરાવ્યા હતા જોકે નવાઈની વાત એ છે કે કોઈ પણ સ્થાનિકે મદદ ન કરી જેના કારણે પોલીસે આગળ આવીને મદદ કરવી પડી હતી.
ગ્રામજનોએ બારીબારણ બંધ ખરી દીધા
વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટીવ હતો જેથી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું, જેથી એમ્બ્યુલન્સે પત્નીના મૃતદેહને ઘર સુધી પહોચાડ્યો આ વાતની ગ્રામજોનોને જાણ થતા તેમણે કોરોનાના ભયથી ઘરના બારી બારણા બંધ કરી દીધી હતા કોઈ પણ વ્યક્તિ તેમની સાહય માટે આગળ ન આવ્યું.
રિતી રિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર
જેના કારણે પતિએ જાતેજ મૃતદેહને નદિકિનારે લઈ જઈ અંતિમ સંસ્કાર કરવાનું વિચાર્યું હતું. જે સમયે અમુક લોકોએ તેને રોક્યા હતા પરંતુ પતિ લાચાર થઈને રસ્તા પર બેસો ગયો તેને કઈ સુઝ નહોતી જેથી પોલીસ ક્યા આવી અને તેમણે અંતિમ સંસ્કારની જવાબદારી લીધી હતી. જેમા તેમણે રિતિ રિવાજ સાથે મહિલાનો અંતિમ સંસ્કાર કરાવ્યો હતો.
લોકોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હાલ દેશમાં હાહાકાર સર્જાયો છે લોકોમાં ભયનો માહોલ છે સંક્રમણ એટલી હદે બેકાબૂ બની ગયું છે કે લોકો હવે માણસાઈ ભૂલીને પોતાનો જીવ પહેલા સંભાળી રહ્યા છે જેનું તાજુ ઉદાહરણ હાલ સામે આવ્યું છે દિવસેને દિવસે વધી રહેલું સંક્રમણ હવે ક્યારે કાબૂમાં આવશે તે લોકો માટે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.