અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા એક મોટો મુદ્દો બની રહ્યો છે, જો કે તેને લઈને મનપા દ્વારા ઘણા કડક પગલાંઓ પણ ભરવામાં આવી રહ્યાં છે. અને આ માટે લોકોને તેમના વાહન ગમે ત્યાં પાર્ક નહિ કરવા જણાવવામાં આવી રહ્યું છે.અને જે લોકો આ નિયમોનો પાલન ન કરે તો તેમને દંડના પાત્ર ગણવામાં આવે છે. ત્યારે આવા નિયમોને મનપા ના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનો ઘંધો બનાવી દીધું હોય તેમ જોવા મળી રહ્યું છે. જો કે ઘણીવાર લોકોએ તેમના વાહન ગેરપાર્કિંગમાં ના કર્યું હોય તો પણ તેમની ગાડીને ઉપાડીને લઇ જાય છે અને તેમની પાસેથી નાણાં પડાવી લેવામાં આવે છે.
આ પોલીસ દ્વારા ટોઈંગના નામે નાગરિકોને રીતસરના પરેશાન કરવાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જે આ પોલીસોને મોંઘુ પડી ગયું છે. જો કે આ મામલો સીધો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ અજીબોગરીબ કેસમાં એક સામાન્ય ટુ-વ્હીલરનો મુદ્દો છેક હાઈકોર્ટ જેવી ઉચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. અરજદાર પ્રદીપભાઈ દેસાઈએ એડવોકેટ કે.એમ.દસ્તૂર અને એડવોકેટ દેવેશ શાહ મારફતે રિટ કરી હતી. ત્યારે આ અંગે હાઈકોર્ટે દાખલારૂપ ચુકાદો આપતાં પોલીસે ગેરકાયદેસર ઉપાડેલી એક્ટિવાને તાત્કાલિક છોડી દેવાનો આદેશ આપ્યો છે.
વાહનો ટો કરીને લઈ જતાં ટોઈંગ વાહનના કર્મચારીઓ અને પોલીસ દ્વારા તુમાખી કરીને અરજદારનું ટુ-વ્હીલર રિવરફ્રન્ટ નજીકથી તેની હાજરીમાં ઉઠાવી લીધું હતું. જો કે આ વાહન ટોઇંગ કરતા પોલીસે પહેલા કહ્યું હતું કે, અરજદારે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે. પરંતુ ત્યારબાદ પોલીસે વ્હીકલ નો પાર્કિંગ ઝોનમાં હોવાથી ટો કર્યું હોવાનું કહેવા લાગ્યા હતા. જેના કારણે આ ટોઇંગ કરનાર વાહનના માલિકે RTI (રાઈટ ટુ ઈન્ફર્મેશન) ફાઈલ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, તેમની એક્ટિવા નો પાર્કિંગમાં નહોતી. જો કે પોલીસના વિરોધાભાસી વલણ છતાં એક્ટિવા અરજદારને પાછી ના અપાતાં આ મામલો તેને હાઈકોર્ટમાં રિટ કર્યો હતો. જેમાં હાઈકોર્ટે એક્ટિવા છોડી દેવાનો હુકમ કર્યો હતો.
અરજદારે અરજીમાં જણાવ્યું હતું, કે ‘તા. 6-1-2021ના રોજ અરજદાર રિવરફ્રન્ટ રોડ દ્વારા જમાલપુરથી એલિસબ્રજ તરફ પોતાના ઘરે જતો હતો. જ્યાં તેને વચ્ચે એક સ્થળે એક્ટિવા ઊભી રાખીને ફોન કર્યો હતો. અને આ દરમિયાન ત્યાં ટોઈંગ ક્રેન આવી ગઈ હતી અને આ ટોઈંગ ક્રેન માંથી કેટલાક લોકોએ ઉતરીને તેના પર આક્ષેપ કર્યો હતો કે તેઓ રેકોર્ડિંગ કરી રહ્યા છે. જેને અરજદારે ઈનકાર કર્યો હતો. ત્યારે આ ક્રેન પર કામ કરતાં યુવકોએ તેમના વ્હીકલની ચાવી લઈ લીધી હતી. ત્યારે આ અરજદારે તેની વાત માનવા કોશિશ કરતા કર્મચારીઓએ તેને ધક્કો માર્યો હતો અને તેની વ્હીકલને ઉઠાવીને લઈ ગયા હતા. જો કે આ ઘટના બાદ અરજદારે ટુ-વ્હીલર છોડાવા માટે ઘણી રજૂઆત કરી હતી. પરંતુ કોઈપણ તેની વાત સાંભળવા તૈયાર નહતું. ત્યારે આ મામલો છેક હાઇકોર્ટ સુધી પહોંચી ગયો હતો.