Cricket

BCCI ના મેચ રેફરી સામે લાગ્યો રેપનો કેસ, કોલ્ડ ડ્રિંક્સ પીવડાવી ખેલાડીની માતા સાથે આચારવામાં આવ્યું દુષ્કર્મ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. બીસીસીઆઈના મેચ રેફરી વરુણ કુમાર સામે ગાઝિયાબાદના ઈંદિરાપુરમ પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. વરુણ દિલ્લી માટે રણજી ટ્રોફી રમી ચૂક્યા છે. તે લાંબા સમય સુધી ડીડીસીએનો સિલેક્ટર પણ રહ્યા છે.

જ્યારે આરોપ અનુસાર વરુણ 2012-13 માં જ્યારે ડીડીસીએની અંડર-14 સિલેક્શન કમિટીના ચેરમેન પણ હતા ત્યારે એક ખેલાડીની માતા સાથે તેમની ઓળખાણ થઈ હતી. તેમણે મહિલાને તેના પુત્રની સારી કારકિર્દીના સપના બતાવ્યા અને તેના પર રેપ કર્યો હતો. મહિલાએ રેપ અને મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કર્યો છે. ધરપકડથી બચવા માટે વરુણ હાલ ફરાર થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈંદિરાપુરમની એટીએસ એડવાન્ટેજ સોસાયટીમાં રહેનાર પૂર્વ દિલ્હી રણજી પ્લેયર વરુણ કુમાર બીસીસીઆઈના મેચ રેફરી પણ છે. 38 વર્ષના વરુણ બીએસએનએલમાં સીનિયર તરીકે સ્પોર્ટસ ઓફિસરના પદ પર પણ રહેલા છે.

પીડિત મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ગાઝિયાબાદમાં વસવાટ કરે છે. તેનો દીકરો ક્રિકેટ પણ રમે છે. ત્રણ ઓગસ્ટના તે પોતાની ફાઈલ આપવા માટે તે એટીએસ સોસાયટી ગઈ હતી. ત્યાં વરુણ કુમારે તેને પોતાના ઘરે બોલાવી હતી. આરોપ અનુસાર, જ્યારે મહિલા ત્યાં ગઈ તો વરુણ તેને કોલ્ડ ડ્રિંક્સ પીવા આપ્યું હતું. તે પીતા જ મહિલા બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ વરુણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મહિલા દ્વારા ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેના કપડાં ગંદા અને અસ્ત-વ્યસ્ત હાલતમાં હતા. તે જોઈ તે રડવા લાગી હતી. ત્યારે વરુણ કુમારે તેને જણાવ્યું હતું કે, તમારી તબીયત સારી નથી, તમારે અહીંથી જવું જોઈએ. તેની સાથે આરોપ એ પણ છે કે, વરુણ કુમારે મહિલાને ધમકી પણ આપી હતી. ત્યાંથી આવ્યા બાદ પીડિત મહિલાએ વરુણ કુમાર સામે રેપ અને ધમકી આપવાનો કેસ દાખલ કરાવ્યો છે.

દિલ્હીના પૂર્વ રણજી પ્લેયર વરુણ કુમાર બીસીસીઆઈના મેચ રેફરી પણ છે. વરુણ કુમાર દિલ્હી માટે 21 રણજી મેચ પણ રમી ચૂક્યા છે. તે સિવાય વરુણ ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી વીજી ટ્રોફી ચેમ્પિયનશિપના ત્રણ વખત વિજેતા કેપ્ટન પણ રહ્યા છે. તેઓ અંડર-19 દિલ્હી સ્ટેટ સિલેક્ટર અને દિલ્હી રણજી ટીમના સિલેક્ટર પણ રહ્યા છે. તે સિવાય તે દિલ્હી અંડર-14 ના ચેરમેન પણ રહ્યા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker