‘તારક મહેતા…’ની બબીતાજી ઉર્ફ મુનમુન દત્તા ની થઈ શકે છે ધરપકડ, થયો કેસ દાખલ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં’ (Taarak Mehta Ka ooltah Chashmah) માં બબીતા જી નો અભિનય કરનાર અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) વિરુદ્ધ મંગળવાર સાંજે એસસી / એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આટલું જ નહીં મુનમુન દત્તા સામે દલિત સમાજના લોકોએ પ્રદર્શન પણ કર્યા હતા. આ પહેલા પણ 14 મેના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી વિડિયોમાં જાતિવાદી શબ્દના ઉપયોગને કારણે થઇ છે.

એસસી-એસટી એક્ટ હેઠળ કરવામાં આવશે તપાસ

મુનમુન દત્તા (Munmun Dutta) વિરુદ્ધ દલિત નેતા મનોજ પરમારે ફરિયાદ નોંધાવી છે. ડીએસપી ભંવરસિંહ સિસોદીયાએ આ વાતની પુષ્ટિ કરી છે. અને કહ્યું કે એસસી-એસટી એક્ટ હેઠળ તપાસ કરવામાં આવશે.

પહેલા પણ દાખલ કરવામાં આવી હતી FIR

આ પહેલા મુનમુન દત્તા (Munmun Dutta) વિરુદ્ધ નેશનલ અલાયન્સ ફૉર દલિત હ્યુમન રાઇટ્સ ના કન્વીનર રજત કલસનએ FIR નોંધાવી હતી. કલસને 11 મેના રોજ હાંસી પોલીસને સીડીમાં રેકોર્ડ કરેલા વીડિયો સાથે ફરિયાદ કરી હતી.

મુનમુને માંગી હતી માફી

અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) એ એક વીડિયોમાં દલિત સમુદાય માટે જાતિવાદક શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો જોયા પછી અભિનેત્રીની આ કૃત્ય પર , ઘણા લોકો ગુસ્સે થયા અને તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં ઘણા લોકોએ અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ની ધરપકડની માંગ કરી હતી, ત્યારબાદ ધરપકડ મુનમુન દત્તાએ ટ્રેન્ડ કરવાનું લાગ્યું હતું. આ દરમિયાન મુનમુન દત્તાને તેની ભૂલનો અહેસાસ થયો અને તેને તરત જ એક પોસ્ટ શેર કરીને તેને બધા લોકોની માફી માંગી છે, પરંતુ આ પછી પણ તેનાથી ગુસ્સે થયેલા લોકોએ તેની સામે કેસ દાખલ કરાવ્યો છે.

વાયરલ થઈ રહ્યો છે વિડીયો

તમને જણાવી દઈએ કે, મુનમુન દત્તા (Munmun Dutta) એ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં મુનમૂન મેકઅપ વિશે વાત કરી રહી છે. મુનમુને આ વીડિયોમાં કહ્યું હતું કે, ‘હું યુટ્યુબ પર આવવા જઇ રહી છું. હું સારી દેખાવા માંગુ છું. હું કોઈની જેમ દેખાવા માંગતી નથી…. અભિનેત્રીએ આ વીડિયોને તેના સોશ્યિલ મીડિયા પરથી કાઢી નાખ્યો છે, પરંતુ લોકો સતત સોશ્યિલ મીડિયા પર આ વીડિયોને શેર કરતા રહ્યા.

Scroll to Top