ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી તારીખ 7મી ઓક્ટોબરની રાત્રે એક માસૂમ બાળક શિવાંશ મળી આવ્યો હતો. તારીખ 8મી ઓક્ટોબરના રોજ પોલીસને તેની જાણ થઇ હતી, તેની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. બાળકના માતા-પિતાની શોધખોળ શરૂ કરાઈ હતી. ત્યારે હવે આ ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગોશાળા પાસેથી તરછોડાયેલી હાલતમાં મળી આવેલા માસૂમ શિવાંશના પિતા સચિન દિક્ષીતની ભાળ મળતાંની સાથે આખા કિસ્સાનો ભયાનક વળાંક આવ્યો છે. જે બાળક મળ્યું એ પછી પોલીસ સતત તપાસ કરી રહી હતી અને પોલીસે પિતા સચિન ને ઝડપી લીધો હતો. બાદમાં બાળકનું નામ શિવાંશ છે તેવું પણ જાણવા મળ્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સક્રિય થતાંની સાથે મેગા સર્ચ ડ્રાઇવ હાથ ધરવામાં આવ્યુ હતુ. સીસીટીવી ફૂટેજના આધારે એક શંકાસ્પદ કારના નંબરના આધારે પોલીસે બાળકના પિતા સચિન દિક્ષીત ગાંધીનગરના સેક્ટર ૨૬માં રહેતા હોવાનું બહાર આવ્યું હતું. જે ગાંધીનગરના સેક્ટર 26માં સચિન ના ઘરે તપાસ કરાઈ હતી જો કે પડોશીઓ એ કહ્યું કે અમે તો આ બાળકને અહિયાં નથી જોયું. આ સચિન નું બાળક નથી.
જે સચિનની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવતા જેમાં શિવાંશની માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીએ સાથે રહેવાની જીદ કરતા સચિન દીક્ષિતે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. તેની લાશને સૂટકેસમાં પેક કરી રસોડામાં મુકી ગાંધીનગર આવી ગયો હતો.
જો કે આજે સચિન ની કડક પુછપરછ કરાઈ હતી અને શિવાંશ ની અસલી માતા કોણ છે તેનો ખુલાસો થયો. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદી હતી જેણે સચિન સાથે રહેવાની જિદ્દ કરી હતી. જેથી સચિને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને લાશને રસોડામાં મુકીને ગાંધીનગર આવી ગયો હતો.
હિના ઉર્ફે મહેંદી અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી હતી, ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા. 2019 થી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. જો કે 6 મહિનામાં બન્ને અલગ થઇ ગયા હતા, જે શિવાંશ હતો. 2020 માં શિવાંશનો જન્મ થયો હતો. બાદમાં સચિનની જૂન મહિનામાં વડોદરા બદલી થતા તે મહેંદી અને શિવાંશ સાથે ત્યાં રહેવા ગયો હતો.
વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા દર્શનમ ઓએસીસના જી-102 નંબરના ફ્લેટમાં ભાડે રહેતો હતો. ત્યારે સચિન દીક્ષિત ની પત્ની તો કોઈ બીજી જ હતી જે ગાંધીનગરમાં રહેતી હતી. પણ મહેંદી ઉર્ફે હિના સાથે સચિન પ્રેમમાં હતો. છેલ્લા કેટલાક સમયથી હીના વડોદરામાં નોકરી કરતી હોવાથી સચિન પણ શિવાંશ સાથે વડોદરા રહેતો હતો.
બે દિવસ પહેલા સચિનને તેના માતાપિતા સાથે પોતાના વતનમાં જવું હોવાથી તેને મહેંદીને વાત કરી હતી. જેથી મહેંદીએ તેની સાથે જ રહેવાની જીદ પકડી હતી. જે વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થતા સચિને ગળું દબાવી મહેંદીની હત્યા કરી દીધી હતી. અને લાશ ને ત્યાં જ મૂકી તે અમદાવાદ આવવા નીકળી ગયો હતો અને શિવાંશ ને ગૌશાળા પાસે છોડી દીધો હતો. જો કે આ સમગ્ર મામલે તપાસ કરતા પોલીસે જણાવ્યું હતું કે સચિન અમુક દિવસો મહેંદી સાથે રહેતો હતો અને અમુક દિવસો ગાંધીનગરમાં રહેતો હતો.