દેશમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 89,000 થી વધુ કેસ નોંધાયા

દેશ એક વર્ષથી વધુ સમયથી કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેર ખૂબ જ ઝડપી બની છે, તેનાથી દેશમાં સ્થિતિ ભયજનક થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 89,000 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાથી 714 લોકોના કોરોના થી મોત નીપજ્યું છે. આ અગાઉ 16 સપ્ટેમ્બરના સૌથી વઘુ 97,840 દર્દીઓ મળ્યા હતા, ત્યારબાદ આ આંકડો ઓછો થવા લાગ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ તાજેતરના આંકડાએ એક વખત ફરીથી ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ વધારા સાથે કોરોનાના 89,129 કેસ સામે આવ્યા છે અને 714 નું કોરોનાથી મોત નીપજ્યું હતું. તેની સાથે દેશમાં સંક્રમણના કુલ કેસ વધીને 1,23,92,260 પહોંચી ગયા છે અને કોવિડથી મરનારની સખ્યાં 1,64,110 થઈ ગઈ છે. તમને જણાવી આ અગાઉ 81 હજારથી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા અને 469 લોકોના મોત નિપજ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top