ઉજ્જૈનની વિચિત્ર ઘટના: પુત્રે પિતાને પ્રેમિકા સાથે હોટલમાં રંગરેલિયા માણતા ઝડપ્યા, પછી જે થયું…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઉજ્જૈનથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરા દ્વારા પિતાને પ્રેમિકા સાથે ઝડપી પાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પિતા હોટલમાં રંગરેલીયા મનાવી રહ્યા હતા ત્યાં જ દીકરા દ્વારા તેણે ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ઉજ્જૈનની એક હોટલમાં એક દીકરાએ તેના પિતાને પ્રેમિકા સાથે પાડવામાં આવ્યા હતા. જેમાં બંને પતિ-પત્ની તરીકે હોટલમાં રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું. દીકરા દ્વારા બંનેને રંગે હાથે પકડી પાડવામાં આવ્યા અને તેણે એક વિડીયો પણ તેનો બનાવી લીધો હતો. વિવાદની સ્થિતિ ઉભી થતા હોટલ સંચાલક દ્વારા રૂમ ખાલી કરાવવામાં આવ્યો હતો. તેમ છતાં કોઇ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. હોટલમાં પકડાયેલ વ્યક્તિ ગ્વાલિયરનો રહેવાસી છે જ્યારે ગર્લફ્રેન્ડ જયપુરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ માતા પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને ખૂબ ધમાલ મચાવી હતી.

ઉજ્જૈનના મહાકાલ મંદિર વિસ્તારમાં આવેલી એક હોટલમાં 62 વર્ષીય વૃદ્ધ 60 વર્ષીય મહિલા મિત્ર સાથે હોટલમાં રોકાયેલા હતા. જ્યારે માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, વૃદ્ધની પત્ની અને પુત્ર ઉજ્જૈન પહોંચીને હોટેલમાં ઘૂસ્યા હતા અને બંનેને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, જે મહિલા સાથે વૃદ્ધ હોટલમાં રોકાયો હતો તે તેની ગર્લફ્રેન્ડ રહેલી હતી. તે દરમિયાન દીકરો રૂમમાં પહોંચી ગયો અને બંનેને સાથે જોયા તો તેણે ખૂબ ધમાલ મચાવી હતી.

તેની સાથે હોટલ સંચાલક દ્વારા આ વિવાદને વધતા જોતા તરત જ રૂમને ખાલી કરાવવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે, બંને પ્રેમી પતિ-પત્ની તરીકે હોટલમાં રોકાયેલા હતા. બંનેની ફેસબુક પર ફ્રેન્ડશીપ થઈ ગઈ હતી, ત્યાર બાદમાં પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નહોતો. જેના કારણે પોલીસને આ ઘટના અંગે જાણ થઈ નહોતી.

પ્રાપ્ત માહિતી મુજબ, 62 વર્ષીય વ્યક્તિ ગ્વાલિયરમાં એક ખાનગી કંપનીમાં જોબ કરે છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડ જયપુરમાં એફસીઆઈમાં વિકાસ અધિકારી રહેલી છે. દીકરાએ કહ્યું કે, પિતાના અફેર અને રોજિંદા પારિવારિક વિવાદોને કારણે માતા હેરાન રહેતી હતી. દીકરાએ કહ્યું કે, શુક્રવારના પિતા તેને જાણ કર્યા વગર ઘર છોડીને ચાલ્યા ગયા હતા. તેમની પાસે જયપુરથી ઉજ્જૈનની ટિકિટ રહેલી હતી. પુત્ર બે દિવસ સુધી પિતાની પાછળ જ રહ્યો ત્યારે તેને આ વાતનો પર્દાફાશ કરી નાખ્યો અને પિતાને બીજી સ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો