અમદાવાદમાં મહિલાની હત્યા બાદ ચોંકાવનારો ખુલાસો, સેન્ટ્રલ આઈબીમાં PI તરીકે ફરજ બજાવતો પતિ જ…

થોડા દિવસો અગાઉ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદ સીટી વિભાગ 2 માં એકલી રહેતી એક પરિણીતાની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. એકલી રહેતી મહિલાની હત્યા થતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે પોલીસે પણ આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે હત્યાના 15 દિવસ બાદ હવે આ મામલે ખુલાસો થયો છે કે, મહિલાની હત્યા તેના જ પૂર્વ પતિના ઈશારે કરવામાં આવી હતી.

ખરેખરમાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદ સીટી વિભાગમાં 15 દિવસ અગાઉ એકલવાયું જીવન જીવતી મહિલાની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. જેમાં અમદાવાદ ઝોન 7 LCB ની ટીમે ઝીણવટભરી તપાસ કરી મહિલાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં મહિલાની હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં મહિલા હત્યા અન્ય કોઈ નહી પરંતુ તેના જ પૂર્વ પતિના ઈશારે કરવામાં આવી હોવાની હકીકત સામે આવી છે.

મૃતક મનીષા અને તેના પતિ વચ્ચે ભરણ પોષણનો કેસ ચાલતો હતો. જે કેસમાં કોર્ટે પીઆઈ ને 30 હજારનુ વળતર ચુકવવા આદેશ કર્યો હતો. જેથી કંટાળી પીઆઈ એ તેની પત્નીની હત્યા માટે પોતાના મિત્ર ખલિલુદ્દીન શૈયદને વાત કરી હતી. જેના આધારે ખલિલુદ્દીન પોતાના બે મિત્રોને હત્યાના 10 દિવસ પહેલા અમદાવાદ લાવી રેકી કરાવી અને ખાનગી હોટલમાં રોકાણ કર્યુ હતુ. આરોપીઓ 19 જુલાઈના રોજ હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ઝોન 7 LCB ની ટીમે તપાસ કરતા CCTV ફુટેજના આધારે સૌથી પહેલા ઈન્કમટેક્ષ પાસે આવેલા રોયલ બ્રધર્સની ઓફીસે પહોંચી હતી કે જે ટુ-વ્હીલર ભાડે આપતી એક કંપની છે. આ કંપનીમાંથી આરોપીઓએ બાઈક ભાડે રાખ્યુ હતુ. અને આરોપીઓ જે રાજદીન નામની હોટલમાં 10 દિવસ રોકાયા હતા તે રાજદીન હોટલ સુધી પોલીસ પહોંચી હતી. અને હોટલમાંથી પોલીસને હત્યાના આરોપીના ફોટા અને વિગત મળી હતી. જેના આધારે પોલીસે એક આરોપીની તેલંગાનાથી ધરપકડ કરી હતી આ આરોપીની કડક રીતે પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. પરંતુ આ હત્યાના મુખ્ય ષડયંત્રકાર એવા મહિલાના પતિ કે જે સેન્ટ્રલ આઈબીમાં PI તરીકેન ફરજ બજાવે છે તે અને અન્ય 2 ફરાર આરોપીની શોધખોળ હજી ચાલુ છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો