કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નિયમોમાં કર્યા ફેરફાર, પરંતુ ગુજરાતમાં વેક્સિનેશન માટે ઓનલાઈન જ કરાવવું પડશે રજિસ્ટ્રેશન

વેકસીનેશન ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સહીત સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 18 થી 44 વર્ષના લોકોને વૈકસીન લેવા માટે ઑનલાઇન એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું, ત્યારે હવે આ મામલે સરકારે એક મહત્વનો નિર્ણય લઈને આ ઑનલાઇન વૈકસીનેશન માટે રજીસ્ટ્રેશનને પાછું લઇ લીધું છે. આ ઓનલાઇન રજિસ્ટ્રેશન ના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને મોટા ભાગના લોકો આ વૈકસીનેશન ની ઓનલાઇન પ્રક્રિયા પુરી કરી શકતા ના હતા જેના કારણે તેઓ વૈકસીન લઇ શકતા ન હતા. ત્યારે કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે 18-44 વયગ્રુપના લોકોને વેક્સિન માટે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે.

જો કે નવા નિયમો પ્રમાણે આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર જ આપવામાં આવશે, પરંતુ ગુજરાતમાં લોકોએ વેક્સિનેશન માટે ઓનલાઈન જ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. હાલમાં રાજ્યમાં સરકાર તરફથી આ અંગે કોઈપણ ફેરફાર કરવામાં આવ્યા હોવાની સૂચના આપવામાં આવી નથી. જેના કારણે ગુજરાતમાં આ વેક્સીનેસનની રાબેતા મુજબ ચાલુ રાખવા માટે જણાવ્યું છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે એ યથાવત રાખેલી છે. જેને લઈને ડૉ.જયંતી રવિ એ તેમનું નિવેદન આપ્યું છે.

જો કે આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજિસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજિસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલમાં રાજ્યમાં ચાલુ રાખવામાં આવશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ.

CoWIN એપ પર એક મોબાઈલથી ચાર લાભાર્થિઓનું રજિસ્ટરેશન થઈ શકે છે. આરોગ્ય સેતુ અને ઉમંગ જેવી એપના માધ્યમથી રસિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે. જેની પાસે ઇન્ટરનેટ અથવા સ્માર્ટફોન અથવા મોબાઈલ ફોન નથી, તેમની રસી માટે પહોંચ હજુ પણ મર્યાદિત છે. આવા લોકોને cohort’s facility મળી શકે છે. આ સુવિધા હાલમાં ખાનગી કોવિડ રસીકરણ સેન્ટર માટે ઉપલબ્ધ નથી. ખાનગી સીવીસીએ પોતાના રસીકરણ કાર્યક્રમને ખાસ કરીને ઓનલાઈન અપોઈન્મેન્ટ માટે સ્લોટની સાથે જાહેર કરવાના રહેશે.

રાજ્યમાં અત્યારે 10 શહેરમાં 18થી 44 વયજૂથના લોકોનું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ કોરોના વોરિયર્સ અને 45થી વધુ વયના લોકોનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. હવે 18થી44 વયજૂથના લોકોને રસીના ડોઝ દરરોજ 30 હજાર આપવામાં આવતા હતા. જે હવે વ્યાપક બનાવવા એક સપ્તાહ સુધી દરરોજ એક લાખ લોકોનું રસીકરણ કરવાનું નક્કી કર્યુ છે.

નોંધનીય છે કે કોરોના મહામારી પર કાબુ મેળવવા 18 થી 44 વર્ષ અને 45 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે કોવિડ-19 વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું છે અને તેના માટે https://seltregistration.cowin.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, અને તેની પ્રક્રિયા થયા બાદ જ રસી આપવામાં આવે છે.

Scroll to Top