ચંદ્રયાન 2 ધરતી ના એ ફોટા,જેનાથી બદલાઈ ગઇ હતી લોકો ની નજર.તમારું પણ દિલ મોહી જશે.

વર્ષ 1969 માં જ્યારે માણસે ચંદ્રમાં પર પહેલુ ડગલું ભર્યું તો કહાનીઓ માં સાંભળવામાં આવેલો ચાંદ અચાનક ધરતી થી બોવજ નજીક આવી ગયો હતો.

આ એક પગલું માત્ર ઇતિહાસ જ બનાવ્યું નથી,પરંતુ ચંદ્ર પર સંશોધનના નવા માર્ગો ખોલી દીધા.

ગુગલ અર્થએ લોકોને પૃથ્વી અને અવકાશને જાણવાની નવી રીત પણ આપી.એપોલો મિશન દરમિયાન લેવામાં આવેલી ધરતી ના ફોટા લોકોના દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવ્યા.

આનાથી પહેલી વખત ખબર પડી કે આપડી પૃથ્વી કેટલી સુંદર છે.

1970 માં ગ્રીન મુવમેન્ટ માં પણ આ ચિત્રોએ બોવ મદદ કરી હતી. જ્યારે અતરીક્ષ પર થી લેવામાં આવેલા ફોટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે અહીં ત્રણ ચિત્ર વિશે જણાવવું જરૂરી છે, જેમણે પૃથ્વી વિશેની ધારણા અને વિચાર ને બદલી નાખ્યો હતી.

અહીં તેની જાણકારી નું હોવું આ બાબતે બોવજ ખાસ છે. કારણ કે ભારત ના ચંદ્રયાન -2 લોન્ચ ની ઉંધી ગણતરી ચાલુ થઈ ગઈ છે.

ઈસરો નું સૌથી ભારે રોકેટ જિઓસિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક 3 જીએસએલવી એમકે 3 યાન ને લઈ ને જતું રહશે.

તે શ્રી હરિકોટાના સતીષ ધવન સેન્ટરથી 15 જુલાઈ,2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ખરેખર,ચાંદ પર 1969 માં જે વિજેતા ની ઉજવણી કરવામાં આવી હતી તેના પછી માણસ એ બીજી વાર તેની બાજુ પાછો ફર્યો નથી.

ચંદ્ર ના રહશ્યો વિશે વાત કરીએ તો,ભારતે આમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જો કે,હવે અમે તમને તે ચિત્રો વિશે જણાવીએ છીએ જે આજે ખૂબ મહત્વપૂર્ણ છે.

અર્થરાઇઝ.

આમાં સૌથી પહેલા ફોટો અંતરિક્ષયાત્રી વિલિયમ એંડર્સ એ અપોલો 8 મિશન દ્વારા 24 ડિસેમ્બર 1968 માં લીધી હતી. આ ફોટોનું નામ આપવામાં આવ્યું હતું અર્થરાઇઝ. આ ફોટો ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો.

આમ પૃથ્વી નો અડઘો ભાગ દેખાય રહ્યો છે. કુદરત ફોટોગ્રાફર ગેલન રોવેલ આ ફોટાને મોસ્ટ એનવાયરમેન્ટ ફોટોગ્રાફ તરીકે વર્ણવે છે. તે ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવેલ પ્રથમ માનવ મિશન છે.

ડૉક્ટર માર્ટિન લૂથર કિંગ અને રોબર્ટ કૈનેડી ની હત્યા,શીત યુદ્ધ અને વિયતનામ યુદ્ધ ની કારણે આ મિશન બહુ ઉતાર ચડાવ ભરેલું રહ્યું હતું.

અવકાશયાત્રી વિલિયમ એંડર્સ ના જણાવ્યા મુજબ આ મુદ્દાઓ એ અમેરિકા ને દુનિયાથી અલગ કરી દીધું હતું. આ સમયગાળા દરમ્યાન તણાવ તેના શિખર પર દેખાય રહયું હતું.

જ્યાં સુધી ચંદ્રની સપાટીથી પૃથ્વી દેખાવાની વાત હતી તો એ નજારો અદભુત હતો. એંડર્સ દ્વારા લેવામાં આવેલી આ ફોટાનો ઉપયોગ ટાઇમ મેગેઝિન દ્વારા તેના કવર પેજ પર કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં એપ્રિલ 1970 પહેલી વાર અર્થડે સીંબલ દરમિયાન પર આ ફોટા નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ફોટાએ ગૂગલ દ્વારા પસંદ કરાયેલી સદીની 100 ફોટોગ્રાફ્સમાંની એક હતી જેણે દુનિયા ને બદલી નાખી હતી.આ અસર માટે એક ટપાલ સ્ટેમ્પ જારી કરવામાં આવ્યો હતો.

બ્લુ માર્બલ.

7 ડિસેમ્બર,1972 ના રોજ અપોલો 17 ચંદ્ર મિશન દરમિયાન,આ ફોટો ને પૃથ્વીથી લગભગ 29000 કિ.મી.દૂરના અંતરે લેવામાં આવી હતી.

આ ચિત્ર ઇતિહાસ ની આ મનપસંદ ચિત્રમાંથી એક છે. જેનો ઉપયોગ સતત કરવામાં કરવામાં આવી રહ્યો છે. નાસાએ તેને AS17 148 22727 નામ આપ્યું હતું.આ ફોટો એ દરમિયાન લેવામાં આવી હતી જ્યારે અવકાશયાન ભૂમધ્ય સમુદ્ર અને એન્ટાર્કટિકા પર પસાર થઈ રહ્યું હતું.

આમ તે દક્ષિણ આફ્રિકા ની સાથે એશિયા ખંડનો ભાગ પણ જોવા માં આવ્યો હતો. આ ફોટો સૌ પ્રથમ દક્ષિણ ધ્રુવ સ્થિર બરફ પર જોવા મળી હતી. જે વખતે આ ફોટો પાડવામાં આવ્યો હતો એ વખતે દક્ષિણ ગોળાર્ધ પર વાદળો આવેલા હતા.

આ ફોટો માં મેડાગાસ્કર સહિત દક્ષિણ આફ્રિકાના મોટા ભૂ માર્ગ ને સરળતાથી જોઈ શકાય છે. નાસા એ ફોટો નો શ્રેય યાન પર આવેલા બધા ક્રૂ સભ્યોને આપ્યો હતો. આ ઇતિહાસમાં સૌથી વધુ રી પ્રોડ્યુસ ફોટા માંથી એક છે.

પેલ બ્લુ ડૉટ.

આ ઉપરાંત,ત્રીજી સૌથી મહત્વપૂર્ણ ફોટો ને વૉયજર 1 પર આવેલા કાર્લ સેગેન એ 14 ફેબ્રુઆરી 1990 માં પડ્યો હતો.

આને પેલ બ્લુ ડૉટ નામ આપવા આવ્યું હતું. જે વખતે આ ફોટો પાડવામાં આવ્યો હતો તે વખતે યાન ધરતી થી આશરે 6.4 અબજ કિલોમીટર દૂર હતું.

સેગેને એ પોતાની આ ફોટા નો ઉલ્લેખ કરતા એક વાર કહ્યું હતું કે બ્રહ્માંડ માં અમારું હોમ પ્લેનેટ વાદળી બિંદુ જેવું લાગતું હતું. આ દૃશ્ય ખૂબ જ આકર્ષક હતું. આ ફોટામાં કોસ્મિક કિરણો પણ જોઇ શકાય છે.

ઇતિહાસ માં નોંધાયેલી આ ત્રણ ફોટા એવા છે જેમને ના ખાલી શોધ અને અનુસંધાન માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.પરંતુ માનવીની વિચારસરણી ને પણ બદલવામાં મદદ કરી.

આજ ભલે આ ફોટાઓ ને નજરઅંદાજ કરી દઈએ છે પરંતુ જ્યારે પહેલી વાર આ ફોટાઓ સામે આવ્યા હતા ત્યારે તેનો અર્થ ખુબજ વિષેશ હતો.

ચંદ્ર ના હીરો રહેલા આર્મસ્ટ્રોંગ એ એક વાર કહ્યું હતું કે એ ચંદ્ર થી ધરતી ને જોતા પોતાને મોટો નહીં પરંતુ બહુ જ નાનો અનુભવી રહ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top