ચાણક્ય નીતિ: હંમેશાં ધનવાન રહેવું હોય તો આ વાતોનું રાખો હંમેશા ધ્યાન

ચાણકયએ મનુષ્ય જીવન માટે ઘણી મહત્વપુર્ણ નિયમો કહ્યા છે.તેમાં કોઈ શંકા નથી કે ચાણકયની આ નિયમોનું પાલન કરવાથી સફળતા અને સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય.ચાણકયના ઉપદેશોને મહાન શાસકોએ પણ સ્વીકાર કર્યા છે.

સંપત્તિ પ્રાપ્તિની ઈચ્છા દરેક મનુષ્યની હોય છે.ચાણક્યએ પોતાના શ્લોકો દ્વારા ધન પ્રાપ્ત કરવા માટે અને તેના મહત્ત્વ વિશે બતાવ્યા આવ્યું છે.ચાણકયના બતાવ્યા મુજબ ધન માનવજીવન માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા છે.

સાથમાં ચાણકય ધન સાથે જોડાયેલ લાભ અને ગેરલાભનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.કેવા પ્રકારનું ધન મનુષ્ય માટે શુભ છે અને ધનના હોવાથી કે ન હોવાથીની સ્થિતિમાં શુ થાય છે એ ચાણકય એ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ધન ન હોવાની પરિસ્થિતિમાં શુ થાય છે.

ત્યજન્તિ મિત્રાણી ધનૈવિરહીન દારક્ષચ પુત્રાક્ષચ સુહજજનાક્ષચ, તં અર્થવન્તં પુનરાશ્રયન્તિ અર્થો હિ લોકે પૂરુંશસ્ય બંધુ:

ચાણક્યનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિની પાસે બધુ જ સુખ સાધન હોય છે,જ્યાં સુધી ધન હોય ત્યાં સુધી બધા તેની સાથે હોય છે જેવી રીતે તેની પાસે ધન સમાપ્ત થઈ જાય છે ત્યારે તેના પ્રિય લોકો પણ દૂર ભાગી જાય છે.કહેવાનો મતલબ છે કે મનુષ્ય જોડેથી ધન જતું રહે ત્યારે આ પરિસ્થિતિમાં મનુષ્ય લક્ષ વગરનો થઈ જાય છે તો બધા તેની દૂર જતા રહે છે.

આ લોકો પણ સાથ નથી આપતા.

ચાણક્ય કહે છે કે જો મનુષ્ય ધન વગરનો થઈ જાય તો તે પારકા અને પોતાના પણ સાથ છોડીને જાય છે.કહેવાનો અર્થ છે કે બહારના લોકો જ નહીં પરંતુ પોતાની પત્ની,પુત્ર,મિત્ર અને નજીકના સબંધિ વગેરે છોડી ને જતા રહે છે.પછી તેના ધનવાન થયા પછી(અથવા તો તેને જીવન માટે નવું લક્ષ મળી જાય છે) એ બધા પાછા તેની જોડે આવતા રહે છે.ચાણકય કહે છે કે આ લોકમા ધન જ મનુષ્યનો મિત્ર છે.સંપત્તિ જ આ સંસારમાં વ્યક્તિનો મિત્ર હોય છે.સંપત્તિ હોવાથી બધા જ નો સાથ મળે છે.

અનૈતિક રીતે ધન કમાવવું જોઈએ નહીં.

અન્યાયોપાર્જીતં વિતં દશવર્ષાની તિષ્ઠતી, પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમુલંચ વીનશાયતી.

ચાણકય કહે છે કે ધન મનુષ્ય માટે એક મહત્વનું સાધન છે.પરંતુ આનો અર્થ એ નથી કે મનુષ્ય ધન કમાવવા ખરાબ માર્ગ પર ચાલવા માડે.ચાણકયનું એ માનવું છે કે અનૈતિક અને ખોટી રીતે કમાવેલી સંપત્તિની હાલત ખરાબ થઈ જાય છે.મનુષ્યએ હંમેશા નૈતિક કાર્યોના માધ્યમથી ધન પ્રાપ્ત કરવું જોઈએ.એજ ધન તેને માટે યોગ્ય
છે.

આટલા સમય સુધી ટકી રહે છે આવું ધન.

ચાણકય કહે છે કે જો મનુષ્ય લોભ કરી ને અનૈતિક રીતે ધન ભેગું કરે છે તો આવુ ધનની માત્રા 10 વર્ષ સુધી હોય છે.કહેવાનો મતલબ છે કે ખોટો રસ્તો પકડીને કામયેલ ધન 10 વર્ષ સુધી રહે છે પરંતુ 11માં વર્ષે તે મૂળમાંથી સમાપ્ત થઈ જાય છે.

આ શ્લોકનો અર્થ એ છે કે જેવી રીતે સરોવરમાં નેસ્ટા(વધારે પાણીનો જવા માટેનો માર્ગ)રાખે તો સરોવર ભરેલું રહે છે.પરંતુ નેસ્ટા બનાવવામાં આવ્યું ન હોય તો વધારે પાણી ભરાઈ જતા ફાટી જતા સરોવર ખાલી થઈ શકે છે.એવીજ રીતે જે ધન ભેગું કરીને દાન-પુણ્ય નથી કરતા,તે ગરીબ માણસ કહેવામાં આવ્યું છે.પોતાના પૂર્વજન્મ માટે કંઈક પુણ્ય વધારે કરવાથી અમુક દિવસો ભલે સારા પસાર થઈ જાય પરંતુ છેલ્લે દુઃખ જ પ્રાપ્ત થાય છે.આ વાત ઉપર સંપુર્ણ ભરોસો કરી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top