સુરત: ચાર મહિનાથી ગુમ થયેલા પુત્રને કોરોના વેક્સીન દ્વારા શોધી કાઢવામાં આવ્યો, જાણો શું છે સંપૂર્ણ બાબત…

દેશમાં હાલ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રસી લેવા માટે આધારકાર્ડની જરૂર પડે છે. જ્યારે હવે આધારકાર્ડને લીધે એક પરિવારને ખુશી મળી ગઈ છે. કેમકે તેમનો ખોવાયેલ પુત્ર આ રસીકરણ અભિયાનના કારણે મળી આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ રસીકરણ અભિયાનને લીધે સુરતના એક પરિવારને મોટી ખુશી મળી છે. અંદાજે ત્રણ-ચાર મહિનાથી ગુમ થયેલો પુત્ર કોરોના વેક્સીનને કારણે મળી આવ્યો છે. આ વાત સાંભળતા કદાચ તમને નવાઈ લાગશે, પરંતુ આ વાસ્તવમાં બન્યું છે. ગુમ થયેલા પુત્રને વેકસીનમાં ઉપયોગમાં લેવાયેલા આધારકાર્ડના આધારે શોધી લેવામાં આવ્યો છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેનાર વસંતભાઇ પટેલનો દીકરો નાસિકમાં એન્જિનિયરિંગ તરીકે અભ્યાસ કરતો હતો. પરંતુ 3 વર્ષ 4 મહિના અગાઉ તે અચાનક સુરતથી ગુમ થઈ ગયો હતો. ઘણા સમયથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી અને પરિવાર તેના લીધે ઉદાસ પણ હતો.

વસંતભાઇના દીકરાની વાત કરવામાં આવે તો તેનું નામ લકેશ હતું. તેમના પુત્ર લકેશની કોઈપણ પ્રકારે જાણકારી મળતી નહોતી. પછી કોરોના કાળ હોવાના કારણે પણ પરિવારને પુત્રની શોધખોળ કરવામાં મુશ્કેલીની સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન વસંતભાઈની મુલાકાત સુશીલ કુંભારથી થઈ હતી.

સુશીલ કુંભારની વાત કરવામાં આવે તો તે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલના અંગત ફોટોગ્રાફર છે. ત્યાર બાદ એક પિતાની મદદ કરવા માટે તેમણે ગાંધીનગર આઈબીના DCI ભગવત સિંહ વનારને આ અંગે માર્ગદર્શન મેળવવા માટે જાણકારી આપી હતી. આ બાબતમાં DCI ભગવતસિંહ વનાર સુશીલે કહ્યું હતું કે, હાલ કોરોનાના કારણે વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. બની શકે છે કે, ગુમ થયેલ લકેશ વેક્સિન લેવાનો હોય જેથી તેના આધાર નંબર પરથી તેની ઓળખ થઇ શકશે અને તે કયા શહેરમાં છે તે પણ જાણી શકાશે

આ માર્ગદર્શન મેળવવા બાદ સુશીલે લકેશના આધાર કાર્ડના આધારે તે કયા શહેરમાં છે તે અંગેની માહિતી મેળવવાનું શરુ કર્યું અને અંતે તેમણે સફળતા મળી ગઈ હતી. ગુમ થયેલ લકેશ બેંગ્લોરમાં રહેતો હતો અને આજે પરિવાર ત્યાં પહોંચીને તેને મળ્યો પણ હતો અને પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

Scroll to Top