72 વર્ષના વૃદ્ધને તાંત્રિકે 100 વર્ષ જીવવાની લાલચ આપીને પડાવી લીધા સવા બે લાખ રૂપિયા

દેશમાં અનેક કિસ્સાઓ એવા પણ સામે આવતા હોય છે જેના પર આપણે વિશ્વાસ કરી શકતા નથી. આવું પણ બની શકે છે. જો કે આપણે બધાને ખબર છે કે જે મનુષ્ય ધરતી પર આવે છે તેને એક ના એક દિવસ પાછું જવાનું જ હોય છે. અને કોણ ક્યારે જશે તે પણ ખબર નથી હોતી, તેમ છતાં પણ લોકો તેના વિરુધ જઈને તેને ટાળવાનો પ્રયત્ન કરે છે અને તે આ ધરતી પર વધુને વધુ જીવવા માંગે છે. ત્યારે આપણા દેશમાં આવા લોકોનું કોઈ કમી નથી અને તેના કારણે આનો લાભ ઉઠાવીને ઘણા તાંત્રિક લોકો ફાવી જતા હોય છે અને લોકો તેનો શિકાર બની જાય છે અને તેમને તેમનું ઘણું કિમતી વસ્તુઓ ગુમાવવાનો વાળો આવે છે. ત્યારે આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક તાંત્રિકે 72 વર્ષનીવૃદ્ધને 100 વર્ષ વધુ જીવવાની લાલચ આપીને તેને લુંટી લીધી છે. જો કે વૃદ્ધએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

આ કિસ્સો વલસાડ જિલ્લાના પારડીમાં બન્યો છે. જે પારડીના આમળી ગામે દિપાલી ફળિયામાં રહેતી હતી. જો કે આ ભોગ બનનારા વૃદ્ધા નિર્મળાબેનના પતિ ભીમાભાઇ છગનભાઇ પટેલ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. નિવૃત્ત થયા બાદ તેમણે ગામમાં શાળા બનાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જોકે તેમને કોઇ સંતાન ન હોવાથી હાલમાં નિર્મળાબેન એકલાં જ હોવાથી તેમનો લાભ લઇને ધુતારોઓ કળા કરી ગયા હતા.

જો કે આ 72 વર્ષના વિધવાને નવસારીના બે તાંત્રિક ઠગે 100 વર્ષ સુધી નિરોગી આયુષ્ય, ખેતીની આવક પણ વધશે જેવી ઘણી લાલચો આપીને તાંત્રિક વિધિ કરાવવાના નામે વૃદ્ધા પાસેથી સાડા છ તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા 92 હજાર પડાવી લીધા છે. આપણે ત્યાં કહેવત છે કે લોભી હોય ત્યાં ધુતારા ફાવી જાય અને હિન્દીમાં પણ કહેવાય છે કે લાલચ બૂરી બલા હૈ. આ 72 વર્ષનાં નિર્મળાબેન ભીમાભાઇ પટેલ પતિના અવસાન બાદ એકલાં જ રહેતા હતા.

આ બંને તાંત્રિકો બે માસ પહેલા આ વૃદ્ધના ઘરે જલારામ મંદિરના લાભાર્થે દાન લેવા માટે આવ્યા હતા. અને આ સમયે નિર્મળાબેને યુવકોને દાન પેટે એક હજાર રૂપિયા પણ આપ્યા હતા. ત્યારે આ બને તાંત્રિકો ને ખબર પડી હતી કે આ વૃદ્ધા એકલો જ રહે છે ત્યારબાદ તેમને તેને તેની જાળમાં ફસાવવા માટે આવી લાલચો આપી હતી. અને તેમને વૃદ્ધને જણાવ્યું હતું કે અમે તાંત્રિક વિધિઓ પણ કરીએ છીએ. જો તમને કોઇ પણ પ્રકારની સમસ્યા હોય તો અમને જણાવો જો અને અમે તમારા ઘરે આવીને વિધિ પણ કરી આપીશું. ત્યારબાદ થોડા દિવસબાદ આ બને તાંત્રિકો તેમના ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે તમે સો વર્ષ સુધી જીવશો અને તમારી ખેતીમાં આવક પણ વધશે એ માટે વિધિ કરવાનું કહીને બંને ઠગોએ વિધિ શરૂ કરી દીધી હતી.

જો કે તેમના ઘરમાં આ વિધિ કરીને બંને તાંત્રિકો 6 તોલાના સોનાના દાગીના આ સોનાની કિંમત રૂપિયા 1 લાખ 30 હજાર જેટલી હતી અને 21 હજાર રોકડા લઇને ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ થોડા થોડા દિવસ બાદ આ વિધિના નામે વૃદ્ધ પાસેથી ત્રણેય ઠગ ટોળકી તેમના ઘરે આવીને 10 હજાર કરીને એમ 50 હજાર રૂપિયા રોકડા લઇને જતા રહ્યા હતા. ત્યારબાદ તેમને ધીરે ધીરે વધુને વધુ રૂપિયા માંગવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ આ વૃદ્ધએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે હજી કેટલીક વિધિ કરવાની બાકી છે, જેના માટે તમારે હજુ પણ એક લાખ રૂપિયા આપવા પડશે અને અમે તમારા દાગીના પણ તમને પાછા આપી દઇશું. ત્યારબાદ આ 100 વર્ષ સુધીનું જીવવાની લાલચમાં આવી ગયેલ વૃદ્ધને પોતે છેતરાઇ હોવાનું જણાતાં તેને આ સમગ્ર ઘટનાની તેમના સંબંધીને જાણ કરી હતી. ત્યારબાદ તેમના સંબંધી સાથે આ ઠગ તાંત્રિક ટોળકીને પકડવા માટે ગયા હતા. ત્યારબાદ આ ગ તાંત્રિક ટોળકી હાથમાં ન આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે અંગેની ફરિયાદ બાદ પોલીસે બે તાંત્રિક સહિત ત્રણને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

Scroll to Top