પંચમહાલમાંથી એક છોકરીની છેડતી કરનારને ઢોર માર મારવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. પંચમહાલમાં 14 જેટલા વર્ષની છોકરીઓને છેડવાના કિસ્સામાં ગ્રામજનોએ ત્રણ યુવાનો દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે.
જેમાં ધોરણ-9માં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા ત્રણ યુવકોને શહેરા તાલુકાના એક ગામમાં નિર્વસ્ત્ર કરીને માર આપવામાં આવ્યો હતો. તેની સાથે આ યુવકો સામે પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને યુવકોએ તેમને માર મારવામાં આવ્યો હોવાની પણ ફરિયાદ દાખલ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે ધોરણ-9 અને 11 માં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીઓ સ્કૂલથી છુટ્યા બાદ બપોરના 12 વાગ્યે ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન વિદ્યાર્થિનીઓ જંગલ વિસ્તાર પાસે આવેલા રોડ ઉપરથી ઘરે પરત ફરી રહી હતી તે સમયે ત્યાંથી પસાર થતા શહેરાના વિજાપુરનો અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહાર, મીઠાલી ગામનો નિતેષ વિનોદભાઈ રાવત અને જીતેન્દ્રએ 14 વર્ષની છોકરી પાસે તેના મોબાઈલ નંબરની માગણી કરીને તેની છેડતી શરુ કરી દીધી હતી.
આ દરમિયાન આ જોઈને જોડે ભણનાર લોકોએ જ્યારે અનિલ અને નિતેષને આમ ના કરવા માટે જણાવ્યું તો તેમણે છોકરીને ભગાડી જવાની અને વચ્ચે પડનારાઓને પતાવી દેવાની ધમકી પણ આપી દીધી હતી. જેના કારણે ભયભીત વિદ્યાર્થિની સહિત અન્ય લોકો ભાગીને પોતાના ઘરે આવતા રહ્યા હતા.
જ્યારે સ્કૂલથી પરત આવતી વખતે પોતાની સાથે બનેલી ઘટના અંગે વિદ્યાર્થિનીએ પોતાની માતાને જણાવી હતી. ત્યાર બાદ માતાએ પતિને દીકરી સાથે બનેલી છેડતીની ઘટના અંગે કહ્યું હતું. ત્યાર બાદ પિતા દીકરીની છેડતી કરનારાઓને શોધવા માટે નીકળી ગયા હતા. તેમને રસ્તામાં અનિલ મળી આવતા તેને કહ્યું કે કેમ છેડતી કરો છો કહીને માર માર્યો હતો. ત્યાર બાદ છેડતીમાં સામેલ અન્ય બે મિત્રોને પણ પસનાલ ચોકડી પાસે બોલાવવામાં આવ્યા હતા.
ત્યાર બાદ આ ત્રણેને અન્ય જગ્યા પર લઈ જઈને દીકરીની છેડતીના કિસ્સામાં નિર્વસ્ત્ર કરીને માર આપવામાં આવ્યો હતો. પછી આ પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચતા ત્રણે યુવાનો સામે પોક્સો કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. જયારે બીજી તરફ યુવાનોને નિર્વસ્ત્ર કરીને મેથીપાક આપ્યાના કિસ્સામાં પણ ગ્રામજનો સામે ફરિયાદ દાખલ કરાઈ છે.