CrimeNewsRajkot

ભાજપના મહિલા અગ્રણીએ વિદ્યાર્થિની ની છેડતી કરનાર પતિ વિરુદ્ધ ફરિયાદ કરનારને આપી ધમકી- રેકોર્ડિંગની Audio clip થઈ વાયરલ

લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલની બે વિદ્યાર્થિનીને પાછળથી જકડી સ્કૂલ-સંચાલક દિનેશ જોશીએ છેડતી કરી હતી. આ કેસમાં વગદાર સંચાલક સતત ચોથા દિવસે પોલીસ પકડથી દૂર છે. જેમાં રાજકોટના ભાજપ મહિલા અગ્રણીની દાદાગીરી જોવા મળી રહી છે. જે જ્ઞાન જ્યોત શાળાના સંચાલકની પત્ની અને બીજેપી મહિલા અગ્રણી સીમાબેન જોશી પીડિત વિદ્યાર્થિનીને ધમકાવી રહ્યા હોય તેવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

આ કથિત ઓડિયો ક્લિપમાં ભાજપના મહિલા અગ્રણી પતિ વિરુદ્ધ છેડતીના કેસમાં ભોગ બનનાર અને વિદ્યાર્થિનીને ધમકાવી રહી હતી. જે આ કથિત ઓડિયો વાયરલ માં સંભળવા જોવા મળ્યું છે. જેમાં સીમા જોશી છાત્રાને કહે છે, હું તો ઇન્દ્રની અપ્સરા છું, મારો પતિ મને મૂકી તારી સામે જુએ કે થૂંકે પણ નહીં તેમજ વિદ્યાર્થિનીને બેફામ ગાળો પણ આપે છે.

ઓડિયોમાં સ્કૂલ સંચાલકના પત્ની રીતસરના પીડિતા અને સ્કૂલની એક વિદ્યાર્થિનીને ધમકાવી રહ્યા હોય તેવું સાંભળી શકાય છે. પીડિતા વિદ્યાર્થિની બીજેપી મહિલા અગ્રણીને કહી રહી છે કે સાહેબ અમારી સાથે આવું વર્તન કરે તો અમારે ફરિયાદ પણ ન કરવી. બીજી તરફ વિદ્યાર્થિની સાથેની વાયરલ થયેલી ઓડિયો ક્લિકમાં વિદ્યાર્થિની સ્કૂલ સંચાલકની પત્નીને ખુલાસા આપી રહી છે. આ દરમિયાન બીજેપી મહિલા અગ્રણી વિદ્યાર્થિનીને ધમકાવી રહ્યાનું સાંભળી શકાય છે.

વિદ્યાર્થિની કહે છે કે હું અને મારી બહેનપણી ઉભા હતા ત્યારે સરે કિસ કરી હતી. જે બાદ મહિલા અગ્રણીનો પુત્ર કહે છે કે હું પી.એસ.આઈ.ને મોકલું છું. જો તું ખોટી હઈશ તો તને પોલીસ ભેગી કરી દઈશ. જે બાદ મહિલા અગ્રણી સ્કૂલની શિક્ષિકા પ્રિયંકાબેનને ફોન પર ધમકી આપે છે. જેમાં કહે છે કે તે ક્યારે જોયું સર ને આમ કરતા અને વિદ્યાર્થિનીઓ સામે બોલી કે અગાઉ પણ એક શિક્ષિકા સાથે સરે આવું કર્યુ હતુ ? ૨૫ વર્ષથી મારો ધણી સ્કૂલ ચલાવે છે. તારામાં શું છે તે તારી સામે જુએ ? તારું, બે વિદ્યાર્થિની અને પૃથ્વી સરનું બધું બહાર આવશે.

બાદમાં સીમા જોશીનો પુત્ર શિક્ષિકાને કહે છે, તમે કોઈ છોકરા સાથે રખડો છો એવું તમારા પપ્પાને કહું તો તેઓ માનશે? કોઈને ખોટી રીતે બદનામ ન કરો. નરેન્દ્ર મોદી વિશે ખોટું બોલનાર જેલમાં જાય, મને 16 ગામ ઓળખે છે. તમારા લગ્ન નથી થયા એટલે હેરાન થઇ જશો. સામે પક્ષે શિક્ષિકા કહે છે કે મેં વિદ્યાર્થિનીની રજૂઆત સાંભળી અને અગાઉ શિક્ષિકાએ મને સર વિશે કહ્યું હતું એટલું જ જાણું છું.

જો કે, રાજકોટના લોધિકાના નવા મેંગણી ખાતે આવેલી જ્ઞાન જ્યોત શાળાની બે વિદ્યાર્થિનીઓએ શાળાના સંચાલક વિરૂદ્ધ જાતિય સતામણીના આરોપ લગાવ્યા હતા. જે અંતર્ગત લોધિકા પોલીસ સ્ટેશન (Lodhika police station) ખાતે શાળાના સંચાલક દિનેશ જોશી (Dinesh Joshi) વિરૂદ્ધ પોક્સો સહિતની અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જોકે આ સમગ્ર મામલે ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં ભાજપ મહિલા અગ્રણી સીમા જોશીએ જણાવ્યું હતું કે મેં કોઈ વિદ્યાર્થિની કે શિક્ષિકાને ધમકી આપી નથી. શિક્ષિકા પ્રિયંકા તો મારી ભાણી છે, તેને હું શું કામ ધમકી આપું. આ અમને બદનામ કરવાનું કાવતરું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker