Bengal Election 2021: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તમામ ચૂંટણી સભાઓ કરી રદ, હવે કરશે ઑનલાઇન સંબોધન

કોરોના વાયરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા બંગાળમાં બાકી રહેલા તબક્કાઓ માટે ચૂંટણી પ્રચાર દરમિયાન વાહન રેલીઓ અને પદયાત્રા વગેરે પર પ્રતિબંધ લગાડ્યા બાદ મુખ્ય મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની તમામ પૂર્વ-નિર્ધારિત ચૂંટણી સભાઓ રદ કરી દીધી. બેનર્જીએ કહ્યું કે હવે તે ઑનલાઇન લોકોને સંબોધન કરશે.

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, “દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસો અને ચૂંટણી પંચના 22 મી એપ્રિલ 2021 ના આદેશને ધ્યાનમાં રાખીને, હું મારી બધી પૂર્વ-નિર્ધારિત ચૂંટણી સભાઓને રદ કરું છું અને ઑનલાઇન દ્વારા લોકોનો સંપર્ક કરીશ.” તેમને કહ્યું કે તેમની ઑનલાઇન સભા ઓની વિગતો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

નોંધનીય છે કે, હાઈકોર્ટના ઠપકા પછી બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોવિડ બચાવ નિયમોના ભંગની નોંધ લેતા ચૂંટણી પંચે ગુરુવારે સાંજે એક આદેશ જારી કર્યો હતો કે રાજ્યમાં તાત્કાલિક અસરથી પદયાત્રા, માર્ગ શો અને વાહન રેલીઓ પર રોક લગાવવામાં આવી છે. સાથે એમ પણ કહ્યું હતું કે કોઈપણ જાહેર સભામાં 500 થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે પંચને જાણવા મળ્યું છે કે, જાહેરસભા દરમિયાન ઘણા રાજકીય પક્ષો અને ઉમેદવારો હજી પણ સલામતીના નિયમોનું પાલન કરી રહ્યા નથી.આ આદેશનો ગુરુવારે સાંજે સાત વાગ્યાથી અમલ કરવામાં આવ્યો છે.

પોતાની બંધારણીય શક્તિઓનો ઉપયોગ કરીને ચૂંટણી પંચે રાજ્યમાં ભૌતિક રૂપથી પ્રચાર પર નવી પ્રતિબંધો લગાવી દીધી છે. બંગાળમાં અત્યારે 26 અને 29 એપ્રિલના રોજ મતદાનના છેલ્લા બે તબક્કાઓમાં મતદાન થશે.

Scroll to Top