ચીનમાં કોરોના વાઇરસનો ફરી ચમકારો જોવા મળ્યો છે. ચીનમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ચીનની સરકાર સખ્ત પગલા ભરવામાં આવ્યા છે. ચીન સરકાર દ્વારા અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ કરાવવામાં આવી છે જ્યારે કેટલાંક સ્થળોએ ફરીથી લોકડાઉન પણ લગાવી દેવામાં આવ્યું છે.
ચીનમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ખાસ કરીને અહીંના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના નવ પ્રાંતમાં સતત પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ચીન સરકાર દ્વારા અહીં અનેક ફ્લાઈટને રદ કરી દેવામાં આવી છે.
જ્યારે આ બાબતમાં બાળકોની સુરક્ષા માટે સ્કૂલોને અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી છે અને લોકોને પણ બહુ જરૂરી ના હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. તેમ છતાં અહીં કેટલા નવા કેસ સામે આવી રહ્યા છે આ અંગે ચોક્કસ માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ
જ્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે ચીન દ્વારા હંમેશાં ઝીરો કોવિડ નીતિનું કડકાઈથી પાલન કરવામાં આવે છે. આ કારણોસર તેણે સરહદો પર પણ અત્યંત કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. હવે સ્થાનિક ઓથોરિટીઓએ ફરી એક વખત આવા પ્રતિબંધો લાગુ કરીને મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સિયાન અને લાન્સુની 60 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. 40 લાખની વસતિ ધરાવનાર લાન્સુ શહેર ગાન્સુ પ્રાંતની રાજધાની રહેલી છે. તેની સાથે કોરોના કેસોને જોતા શીઆન અને લેન્ઝોઉ વિસ્તારમાં 60 ટકા ફ્લાઇટ્સ રદ કરાઈ છે.
જ્યારે ચીનમાં 24 કલાકમાં માત્ર 13 કેસ સામે આવ્યા છે, પરંતુ આ વલણ એટલા માટે જોવા મળી રહી છે, કેમકે ચીન સરકાર તેના દેશમાં કોરોનાનો એકપણ સક્રિય કેસ જોવા માંગતી નથી. આવા સંજોગોમાં એક કેસ આવવાની સાથે પણ ભયની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. અનેક જગ્યાઓ પર લોકડાઉન લગાવવામાં આવેલ છે. નામી ચેનલના અહેવાલ અનુસાર આ સિવાય ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ચીનનાં શહેરોને જોડતી અનેક ફ્લાઈટોને રદ કરવામાં આવી છે.
બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલો તેમજ મનોરંજન, પ્રવાસન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ગાન્સુ પ્રાંતના અનેક વિસ્તારોમાં લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સિવાય અનેક રહેણાક વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.