ચીનના ખોળામાં બેસશે તાલિબાન સરકાર, આમ કરવા પાછળ જણાવ્યું મહત્વ નું કારણ

અફઘાનિસ્તાન પર વિજય મેળવ્યા પછી તાલિબાન આજે સરકારની જાહેરાત કરી શકે છે, જે કમોબેશ ઈરાની મોડેલ પર હશે. માનવામાં આવી રહ્યું છે કે આજે જુમેની નમાઝ બાદ તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકારની જાહેરાત કરશે.

જેના નેતા હેબતુલ્લા અખુંદઝાદા હશે. સરકારની જાહેરાત પહેલા જ તાલિબાને કહ્યું છે કે ખરેખર કોની મદદથી તે અફઘાનિસ્તાનને સંકટમાંથી બહાર કાઢશે. તાલિબાને કહ્યું કે તે ચીનની આર્થિક મદદની મદદથી દેશની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે, કારણ કે ચીન તેનો સૌથી વિશ્વાસુ સાથી છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે તાલિબાન ચીનને સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે અને મુખ્યત્વે ચીન પાસેથી મળતા ભંડોળ પર નિર્ભર રહેશે. ઝબીઉલ્લાહ મુજાહિદે ઇટલીના એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં ચીનના ગાઢ સંબંધો વ્યક્ત કર્યા હતા. મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેને દેશ ચલાવવા માટે તેમને આર્થિક મદદની જરૂર છે. તેમણે સ્વીકાર્યું કે શરૂઆતમાં અમે ચીનની મદદથી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પ્રવક્તાએ કહ્યું કે ચીન આપણા માટે એક મૂળભૂત અને અસાધારણ તકનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે તે રોકાણ કરવા અને પુન:નિર્માણ માટે તૈયાર છે. મુજાહિદે એમ પણ કહ્યું કે ચીનની મહત્વકાંક્ષી યોજના વન બેલ્ટ વન રોડને તાલિબાન ખૂબ મહત્વ આપે છે.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તાલિબાનમાં નંબર બે માનવામાં આવતા મુલ્લા અબ્દુલ ગની બરાદરે બેઈજિંગની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી. હવે આ મુલાકાતનું પરિણામ તાલિબાને ગુરુવારે આપેલા નિવેદન પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં લગભગ 200 લાખ કરોડની ખનિજ સંપત્તિ છે, જેના પર ચીનની નજર છે.

હકીકતમાં, તાલિબાને ચીનને ખાતરી આપી છે કે તે ઉઇગુર મુસ્લિમોના કટ્ટરપંથી તત્વો પર કડક પકડ રાખશે. અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ચીન વિરુદ્ધ નહિ કરવામાં આવી શકે. જોકે, તાલિબાને ભારત સહિત સમગ્ર દુનિયાને એ આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે કે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈ પણ દેશ સામે નહીં કરવામાં આવે.

તાલિબાનનો ચીન જ એકમાત્ર સહારો: અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પછી દુનિયાના અન્ય દેશો તરફથી આવતી સહાયની રકમ ઓછી કાં તો બંધ થઈ ગઈ છે. મની ટ્રાન્સફર જેવી સુવિધા પણ બંધ થઈ ગઈ છે. લોકોને મજબૂરીમાં તેમના ઘરેણાં વેચવા પડી રહ્યા છે. અમેરિકાએ અફઘાનિસ્તાન માટે તેની તિજોરીને તાળા મારી દીધા છે, જ્યારે IMF અને વિશ્વ બેન્કે પણ તેની આર્થિક સહાયને રોકી દીધી છે.

પાકિસ્તાનની જેમ અફઘાનને ફસાવશે ચીન: છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન પણ ચીન તરફ આકર્ષિત થયું છે અથવા એમ કહીએ કે ડ્રેગને તેને પોતાની જાળમાં ફસાવી દીધું છે. મધ્ય એશિયા ક્ષેત્રમાં તેની નાપાક યોજનાઓને પૂર્ણ કરવા માટે, ચીન આ દેશો સાથે મિત્રતાનો હાથ લંબાવી રહ્યો છે, જેથી તેમનું વર્ચસ્વ આ ક્ષેત્રમાં વધી જાય અને તે સુપર પાવર અમેરિકાને ટક્કર આપી શકે. ચીન પાકિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ્સને સ્પોન્સર કરી રહ્યું છે, એટલું જ નહીં, ઇમરાન સરકારને લોન પણ આપતું રહ્યું છે.

Scroll to Top