ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો કહેર…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ચીનના મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા ગુઆંગડોંગ પ્રાંતમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ગુઆંગડોંગ પ્રાંતમાં ડેલ્ટાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે જેથી ગુઆંગડોંગમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી છે. ચીનનું સૌથી વધારે વસ્તી ધરાવતું અને મેન્યુફેક્ચરિંગ હબ ગણાતું ગુઆંગડોન્ગ પ્રાંત કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની ચપેટમાં આવ્યુ છે. અહીં જોવા મળેલા ડેલ્ટા વેરિયન્ટના કારણે ચીનનો શ્વાસ પણ હવે ફુલી ગયો છે. કેમ કે, ડેલ્ટા વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાય છે. જેથી ગુઆંગડોન્ગના વહીવટી તંત્રએ કોઈને જરૂર વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ આપી છે.

ચીનના ઉત્તરી પૂર્વ ક્ષેત્રમાં ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 વચ્ચે 1150 કેસ સામે આવ્યા હતા. ત્યાર બાદથી પ્રથમવાર આટલા કેસો સામે આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત ડિસેમ્બર 2019 માં મધ્ય ચીનના વુહાન શહેરથી શરૂ થઈ હતી. જો કે, ચીન હવે એક રિપોર્ટના આધારે કહી રહ્યું છે કે, ચીનમાં આનો પ્રથમ કેસ સામે આવ્યા પહેલા જ આના સાત કેસ અમેરિકાના પાંચ રાજ્યોમાં સામે આવી ચૂક્યા હતા.

જો કોઈ ગુઆંગડોંગ માં ઘરની બહાર નિકળે તો તેમને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પોતાની સાથે રાખવો પડશે. સરકારી આંકડા પ્રમાણે 21મી મે બાદ ગુઆંગડોંગમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.  ગુઆંગડોન્ગ પ્રાંત મેન્યુફેક્ચરિંગનું હબ છે. અહીં મોટી સંખ્યામાં બહારથી લોકો આવે છે. અને મોટી સંખ્યામાં કાર્ગોનું વહન ગુઆંગડોન્ગથી થાય છે.

ચીનના વિશેષજ્ઞોનું કહેવુ છે કે, ગુઆંગડોંગ અત્યારે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે ઝઝૂમી રહ્યુ છે.  વિશેષજ્ઞોએ ચેતાવણી આપી છે કે, ડેલ્ટા વેરિયન્ટ  ચીનના અન્ય રાજ્યમાં ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. જેથી ગુઆંગડોંગમાં કોરોનાના ટેસ્ટિંગની કામગીરીને તેજ કરવામાં આવી છે. ચીના વિશેષજ્ઞનોનું કહેવું છે કે, આલ્ફા વેરિયન્ટ કરતાં ડેલ્ટા વેરિયન્ટ 40 ટકા વધુ સંક્રમણ ફેલાવે છે. ડેલ્ટા વેરિયન્ટ કોરોનાની રસીના એક કે બે ડોઝ લેનારને પણ સંક્રમિક કરી શકે છે. ત્યારે ડેલ્ટાનું વધુ એક ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પણ સામે આવ્યુ છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો