દુનિયાનો એક એવો દેશ જ્યાં કોરોનાની વેક્સીન લેનાર લોકોને આપવામાં આવી રહ્યા છે ઇંડા

કોરોના વાયરસ મહામારીની શરૂઆત ચીનથી થઇ હતી. ભારત સહિત વિશ્વના બીજા ઘણા દેશો હજી પણ આ મહામારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ ચીન પહેલાથી જ આ કોરોના વાયરસ મહામારી પર કાબુ મેળવી ચૂક્યો છે. જો કે અત્યારે ચીનમાં એક અલગ પ્રકારની સમસ્યા ઉભી થઈ છે. આ દેશના લોકો કોવિડ -19 રસી મેળવવા માટે સંકોચાય રહ્યા છે. અને આ કોરોના વાયરસ રસી લેવા માટે આગળ આવી રહ્યા નથી. આવી સ્થિતિમાં, ચીનની સરકાર લોકોને કોવિડ -19 રસી અપાવવા માટે ઘણી આકર્ષક ઑફર્સ આપી રહી છે. અને લોકોને આ રસી લેવા માટે આકર્ષવા પ્રયત્નો કરી રહી છે.

ચીનની સરકારે કોવિડ-19 રસીકરણ અભિયાનને વેગ આપવા માટે અનેક પ્રોત્સાહનો આપવાનો નિર્ણય કર્યો છે. આ આકર્ષક ઑફર્સમાં ચીન ના લોકોને મફત ઇંડા, રેશનની વસ્તુઓ પર છૂટ અને સ્ટોર કૂપન્સ જેવી યોજનાઓ આપવામાં આવી રહી છે. આવી આકર્ષક ઑફર્સને લીધે હવે ચીન ધીમે-ધીમે તેના નાગરિકોને દિવસમાં લાખો લોકોને રસી આપવામાં સફળ થઇ રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ચીનમાં 26 માર્ચ સુધીમાં 61 લાખ લોકોને રસી આપવામાં આવી હતી.

જો કે ચીનના રિપોર્ટ અનુસાર ચીનમાં આ જૂન મહિના સુધીમાં 56 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આના માટે ચીની સરકાર દ્વારા આપવામાં આવતી ઑફર માટે ચીન સરકાર દ્વારા તેનો પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ચીનમાં આ રસીકરણ ઓફર્સ દ્વારા બીજિંગના એક મંદિરમાં રસીકરણનો પુરાવો આપતા દરેક વ્યક્તિને મફત પ્રવેશ આપવાની ઓફર પણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ અભિયાન દરમિયાન ચીનના ઘણા શહેરોમાં મફત ઇંડા પણ આપવામાં આવી રહ્યા છે. અને આ અંગે એક જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે, કે “ચીન ના નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે, આજથી જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે અને તેમને રસીનો પહેલો ડોઝ લીધો છે, તેઓ 5 જીન એટલે કે અઢી કિલો ઇંડા પ્રાપ્ત કરી શકે છે.”

ચીન હવે દુનિયામાં આ કોરોના મહામારી પહેલા જેવી જ પરિસ્થિતિ બનાવવા પોતાના દેશની સરહદો દુનિયા સમક્ષ રજૂ કરવા માંગે છે. જયારે બેઇજિંગ આગામી વર્ષે થનાર શીતકાલીન ઓલિમ્પિક્સનું આયોજન પણ કરશે. ત્યારે આવી સ્થિતિમાં દુનિયાના ઘણા દેશો દ્વારા ચીન પર સામાન્ય સ્થિતિ હોવાનો દાવો કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ચીનના નિષ્ણાતોનું એવું માનવું છે કે લોકો હવે આ કોરોના વાયરસથી પોતાને સલામત અહેસાસ કરી રહ્યા છે. જેના કારણે તેઓ આ કોવિડ-19 રસી લેવા માટે ઉત્સાહી જોવા મળી રહ્યા નથી. જો કે, ચીની સરકાર દિવસેને દિવસે રસીકરણ અભિયાનને મજબૂત બનાવવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. અને વધુ ને વધુ નાગરિકો આ કોવિડ-19 ની રસી લે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Scroll to Top