આજે ભારત પણ ઈટ નો જવાબ પત્થર થી આપતા શીખી ગયું છે. સરહદ પર જિદ્દી અને આક્રમક વલણ ધરાવતા ચીન ને ભારતે કઈક આ રીતે જવાબ આપ્યો છે. વાસ્તવમાં ભારત સોમવારથી 152 દેશો માટે ઈ-વિઝા સુવિધા પુનઃસ્થાપિત કરી રહ્યું છે. પરંતુ આ વખતે ચીન, હોંગકોંગ અને મકાઉને આ દેશોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
તાઇવાન, વિયેતનામ, સિંગાપોર અને અમેરિકા સહિત 152 દેશોના નાગરિકો ભારતમાં ઇ-વિઝા સુવિધાનો લાભ લઈ શકશે. એક અહેવાલ મુજબ અગાઉ ચીન સહિત 171 દેશોને ઇ-વિઝા સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ હાલમાં ચીનને ઇ-વિઝા સુવિધાથી દૂર રાખવાનો નિર્ણય પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચીનના સૈનિકો દ્વારા સતત ઘુસણખોરીના પ્રયાસોને કારણે લેવામાં આવ્યો હોવાનું મનાય છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ 6 ઓક્ટોબર પહેલા જારી કરાયેલા હાલના ઇ-વિઝા અને સામાન્ય પર્યટક વિઝા હજુ પણ સ્થગિત રહેશે. બીજી તરફ સિંગલ એડમિશન માટે ઉપયોગમાં લેવાતા નવા વિઝા ઇશ્યૂના 120 દિવસની અંદર આપવામાં આવશે.