ચીનની સેનાએ એ ડોકલામ વિવાદ પછી LAC નજીક સૈનિકોની ટ્રેનિંગ વધારી, ભારતીય સેનાએ થઇ ગઈ છે તૈયાર

એક તરફ મહાબલીપુરમમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અનૌપચારિક શિખર બેઠક બાદ ભારત અને ચીનના સંબંધો સુધરવા જઈ રહ્યા છે ત્યારે હવે ચીન ફરીથી LAC પાસે પોતાના સૈનિકોની ટ્રેનિંગ વધારી રહ્યું છે.

ટ્રેનિંગમાં એ વિસ્તારોનો સમાવેશ કરાયો છે. જ્યાં ભારત અને ચીનના સૈનિકો એકમેકની સામે જોવા મળે છે. આ ટ્રેનિંગને ચીનના માઈન્ડ ગેમનો ભાગ માનવામાં આવી રહ્યું છે. એકબાજુ ભારત-ચીનની વચ્ચે સંબંધો શ્રેષ્ઠ થઇ રહ્યા છે તો બીજીબાજુ ચીનની સેનાએ લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલની પાસે સૈનિકોની ટ્રેનિંગમાં મોટો વધારો કર્યો છે. આ

ર્મી સૂત્રોના મતે ડોકલામ વિવાદ બાદ ત્યાં ચીની સેનાએ એવી ટ્રેનિંગ શરૂ કરી જે પહેલાં કયારેય થઇ નથી. 2018 મા માત્ર ઇસ્ટર્ન સેકરટમાં જ ટ્રેનિંગના અંદાજે 400 સેશન થયા, ત્યાં આ વર્ષે એપ્રિલ સુધી ટ્રેનિંગના અંદાજે 470 સેશન થયા.

તો એપ્રિલમાં ટ્રેનિંગના 470 સેશન થયા. આર્મી સૂત્રોના મતે પહેલાં LAC ની પાસે કયારેય ચીની સેનાની આ પ્રકારની ટ્રેનિંગ જોવા મળી નથી. જો 2017 મા ડોકલામ વિવાદ બાદ ચીનની સેનાએ માત્ર આકરી ટ્રેનિંગ જ શરૂ કરી નથી પરંતુ જે તેમાં નિષ્ફળ ગયા તેમને સજા પણ આપી છે.

સજા તરીકે તેમને ત્યાંથી પાછા મોકલી દીધા. એકતરફ ભારત- ચીનના સંબંધો સારા થઈ રહ્યા છે ત્યારે ચીનની સેનાએ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પાસે સૈનિકોની ટ્રેનિંગ વધારી છે. આર્મી તરફથી મળતી માહિતિ અનુસાર ડોકલામ વિવાદ બાદ અહીં ચીનની સેનાએ આ પ્રકારની ટ્રેનિંગ શરૂ કરી છે જે પહેલાં ક્યારેય થઈ નથી. 2018 માં ફક્ત ઇસ્ટર્ન સેક્ટરમાં જ ટ્રેનિંગના 400 સેશન થયા હતા.

સૂત્રોના મતે LAC પર ટ્રેનિંગના સંબંધમાં ચીની સેનાની તરફથી એક નિર્દેશ 1 જાન્યુઆરી 2018 ના રોજ રજૂ કરાયો. ત્યારબાદ ત્યાં સૈનિકોને માર્શલની ટ્રેનિંગ અપાઇ. ચીની સૈનિકોએ ત્યાં પહેલાં કયારેય ફાયરિંગની પ્રેક્ટિસ કરી નહોતી, પરંતુ ત્યારબાદ નિયમિત રીતે ફાયરિંગથી લઇ ગ્રેનેડ ફેંકવા સુધીની ટ્રેનિંગ આપી. સાથો સાથ બીજી ફિજિકલ ટ્રેનિંગ પણ સતત આપતા રહ્યા.

તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ માઇન્ડ ગેમનો હિસ્સો છે. ચીનની સેનાએ LAC પાસે વધારી સૈનિકોની ટ્રેનિંગ. આ ટ્રેનિંગને ગણાશે માઈન્ડ ગેમનો ભાગડોકલામ વિવાદ બાદ ચીનની સેનાએ અહીં શરૂ કરી ટ્રેનિંગ. આર્મીના એક સિનિયર અધિકારીના મતે આ ટ્રેનિંગ એ વિસ્તારમાં વધુ અપાઇ જયાં બંને દેશના સૈનિક એકબીજાની આમને-સામને જોઇ શકાય છે.

આ વર્ષે એપ્રિલ સુધી ચીનના સૈનિકો ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ત્યારબાદ તેમાં થોડી રાહત આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકોની ટ્રેનિંગ હંમેશા જ મજબૂત પક્ષ રહ્યો છે. ડોકલામ વિવાદ બાદ ભારતની તાકતનો અહેસાસ થયા બાદ ચીનની તરફથી એ દેખાડવાની કોશિષ કરાઇ કે ત્યાં પણ ટ્રેનિંગ પર જોર અપાઇ રહ્યું છે.

સૂત્રોના મતે આ વર્ષે એપ્રિલ સુધીમાં ચીની સૈનિક આ ટ્રેનિંગ સતત કરતા રહ્યા, જો કે ત્યારબાદ તેમાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રેનિંગ એ વિસ્તારોમાં વધારે કરવામાં આવી રહી છે જ્યાં બંને દેશોના સૈનિક એક-મેકની સામે જોવા મળે છે. તેનાથી નક્કી થાય છે કે આ માઈન્ડ ગેમનો ભાગ છે.

વધુમાં તેઓએ કહ્યું કે ભારતીય સૈનિકોની ટ્રેનિંગ એક મજબૂત પક્ષ રહ્યો છે. ડોકલામ બાદ ભારતની તાકાતનો અહેસાસ થયા બાદ ચીનની તરફથી એ કોશિશ કરાઈ રહી છે કે તેઓ પણ ટ્રેનિંગ પર ભાર મૂકી રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top