આજે જ્યારે ગુજરાત ૬ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ છે.ત્યારે એક ચોંકાવનારી વેટ સામે આવી છે તે વાત મુજબ રાધનપુર માં અલ્પેશ ઠાકોર અને રઘુ ભાઈ દેસાઈ પોતાનો મત આપી શકશે નહીં.છ બેઠક માં ઉત્તર ગુજરાતની 4 બેઠક, અમદાવાદની એક અને મધ્ય ગુજરાત એક બેઠક એમ કુલ મળી છ બેઠક પર હાલમાં મતદાન પ્રકિયા શરૂ છે.જો કે વહેલી સવારે થયેલા મતદાનમાં નિરશતા દેખાઈ છે.જેમાં અત્યાર સુધીમાં બાયડમાં 4 ટકા, થરાદમાં 8 ટકા, લુણાવાડામાં 5 ટકા, રાધનપુરમાં 5 ટકા, ખેરાલુમાં 6 ટકા અને અમરાઇવાડીમાં 4 ટકા મતદાન જોવા મળ્યું છે.
રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેમાં મતદાન મથક પર મતદારોની લાંબી લાઇન લાગી છે.પરંતુ અહીં મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ મત આપી શકશે નહીં આવો જાણીએ તેનું સચોટ કારણ.ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓનું મતદાન શરૂ થઇ ગયું છે.ત્યારે રાજ્યના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારમાં પોતાના પસંદગીના ઉમેદવારને વોટ આપશે.
ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે.રાધનપુર બેઠકના ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો પોતાનો મત જ આપી શકશે નહીં, કારણ કે બન્ને ઉમેદવારો આયાતી છે, જેના કારણે તેમનો મત વિસ્તાર અલગ છે. રાધનપુર મત વિસ્તારમાં તેમના નામ ન હોવાના કારણે તેઓ મતથી વંચિત રહેશે.રાધનપુરમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવાર મતદાન કરી શકશે નહીં. જો રાધનપુરના ભાજપના ઉમેદવાર અલ્પેશની વાત કરીએ તો તેનો મત વિસ્તાર વિરમગામ છે, અને કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇની વાત કરીએ તો તેમનો મત વિસ્તાર ઘાટલોડિયા છે.
જેના કારણે બન્ને આયાતી ઉમેદવારો થવાના કારણે રાધનપુરમાં ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો મત આપી શકશે નહીં.રાધનપુર બેઠક પર થી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસમાંથી રઘુ દેસાઇ વચ્ચે સીધો જંગ ચાલી રહ્યો છે. જેમાં બન્ને ઉમેદવારો અમદાવાદના રહેવાસી છે અને રાધનપુર બેઠક પર ચૂંટણી માટે ઝંપલાવ્યુ છે.કૉંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અને હાલ રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરમગામ વિધાનસભા બેઠકના એડલા ગામના મતદારો છે.તો બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક ના મતદાર છે.માટેજ તેઓ પોતાનું મતદાન કરી શકશે નહીં.