ચોંકાવનારો ખુલાસો: મહારાષ્ટ્ર બાદ ઝારખંડ પણ ભાજપના હાથમાંથી છૂટી શકે છે, આ છે તેનું મોટું કારણ

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મહારાષ્ટ્ર માં આ વખતે ચૂંટણી ખૂબ જ દિલચસ્ટ રહી હતી અને મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ ને કઈ સ્પષ્ટ થઈ શક્યું ન હતું ત્યારબાદ રાતોરાત ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી બની ગયાં હતા અને ગઈ કાલે તેમને શપથ લઈ મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી બન્યા હતા.

આ ઉપરાંત હવે ભાજપની સત્તા દરેક રાજ્યોમાંથી ઓછી થતી જઈ રહી છે. ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ હવે મહારાષ્ટ્ર બાદ ઝારખંડ માં પણ સરકાર ગુમાવી શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ગુરૂવારે પૂર્ણ થઇ ગયો. સત્તાધારી ભાજપ માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે તેમને પણ પ્રચાર કર્યો હતો અને સ્ટેજ પર જઇ લોકોને સમજાવ્યા હતાં.

આ ઉપરાંત અમિત શાહે પ્રથમ તબક્કા માટે 30 નવેમ્બરે યોજાનારા મતદાન માટે પ્રચારના અંતિમ દિવસે ચતરા અને ગઢવામાં બે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી અને ચૂંટણી પ્રચાર માટે લોકો ને આમંત્રિત કાર્ય હતાં અને સભા સંબોધિત કરી હતી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અમિત શાહે આ સભા સંબોધિત કરી હતી અને તે ત્યાં આવ્યાં હતાં અને પ્રચાર કર્યો હતો. પરંતુ જોકે, ચૂંટણી સભામાં ઓછી ભીડથી અમિત શાહ નારાજ થઇ ગયા હતા અને તે ઉદાસ થઈ ગયાં હતાં.

આ પછી અમિત શાહે સ્ટેજ પરથી કહ્યું કે, આટલા ઓછા લોકોથી કામ નહી ચાલે, આ 15-20 હજારની ભીડથી ભાજપનો ધારાસભ્ય નહી બને વધારે લોકો ને લાવો તો ભાજપની સરકાર બનશે એટલા કોલો થી કામ નહીં ચાલે. આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે, એક-એક વ્યક્તિ 50-50 લોકોને ફોન કરે અને ભાજપને મત આપવાની અપીલ કરે અને લોકો ને ભાજપ માં જોડવાનું કામ કરે તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામ પર લોકોને ફરી ભાજપને મત આપવાની અપીલ કરી હતી, અને ફરી એક વાર મોદી સરકાર બનાવવાની વાત કરી હતી.

આ ઉપરાંત તેમણે કહ્યું કે તમારી તરફથી ભાજપના ઉમેદવારને આપેલો એક-એક મત પીએમ મોદીને મળશે અને દરેક નો મત મોદી ને મળવો જોઈએ તેમ જણાવ્યું હતું. જોકે, શાહ ગઢવા હાઇસ્કૂલમાં આયોજિત સભામાં ઓછી ભીડ જોઇ ભડકી ગયા હતા અને ચિંતા માં આવી ગયાં હતાં. આ ઉપરાંત અમિત શાહ અહી ભાજપના ઉમેદવાર સત્યેન્દ્રનાથ તિવારીના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા પહોચ્યા હતા અને તેમને પણ ભાજપ માટે પ્રચાર કર્યો હતો.

આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે,ગઢવાના લોકોમાં પહેલા જેવો ઉત્સાહ જોવા નથી મળી રહ્યો.અને લોકોમાં ઉત્સાહ ઓછો થઈ ગયો છે. અમિત શાહે કહ્યું કે જ્યારે હું 2014 માં ગઢવા આવ્યો હતો ત્યારે તે સમયે તમારા લોકોનો અવાજ બુલંદ હતો.

ચતરામાં ચૂંટણી સભા દરમિયાન અમિત શાહે કોંગ્રેસ-ઝારખંડ મુક્તિ મોર્ચા સરકારના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેન પર સીધો પ્રહાર કર્યો હતો અને તેમના પર પણ આકરા પ્રહાર કર્યાં હતાં.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અમિત શાહે હેમંત સોરેનને સવાલ પૂછ્યો કે તેમણે કેમ તે કોંગ્રેસ સાથએ હાથ મીલાવી લીધો જેને અલગ ઝારખંડની માંગ કરનારા આંદોલનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી આમ કહી તેમના પર આકરા પ્રહાર કર્યા હતાં અને તેમના પર નિશાન સાધ્યું હતું.

આ ઉપરાંત અમિત શાહે જણાવ્યું હતું કે હેમંત હવે તે કોંગ્રેસના ખોળામાં જઇને બેઠા છે. અમિત શાહે એક વખત ફરી કહ્યું કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઝારખંડને એક અલગ રાજ્ય બનાવ્યુ હતું. અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડના વિકાસ માટે કોઇ કસર બાકી નહી મુકે અને ઝારખંડમાં વિકાસ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here